જાડેજા-રાહુલ બહાર, બીજી ટેસ્ટ મેચ માટે થઈ ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યુ સ્થાન અને કોનું પત્તુ કપાયું…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં સારી શરૂઆત કરી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમને જબરદસ્ત બેટિંગ કરીને ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ભારતની ટીમ 202 રનમાં થઈ ગઈ હતી. જેના કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.

હાર બાદ ભારતીય ટીમને વધુ બે મોટા ઝટકા લાગ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. તે જ સમયે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે આ બંને ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ભારતને ત્રણ નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા પડ્યા છે.

પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતીય ટીમમાં ઘાતક બેટ્સમેન સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે સુંદરને બીજી ટેસ્ટ મેચમાં સ્થાન મળશે તે નિશ્ચિત છે. આ સિવાય શ્રેયસ ઐયર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા સરફરાઝ ખાનને પણ ટીમમાં સામેલ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ કોઈ પણ પ્રકારનું લેવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર ટીમમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને સરફરાઝ ખાનને ટીમમાં સ્થાન મળશે. સરફરાઝ ખાન છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જેથી હવે તેને ટીમમાં સ્થાન મળશે તે નિશ્ચિત છે.

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન, સૌરભ કુમાર, કેએસ ભરત, ધ્રુવ જુરેલ, રજત પાટીદાર, આર અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મુકેશ કુમાર, કુલદીપ યાદવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *