BCCIની બેઠક બાદ થયો ખુલાસો, રોહિત શર્મા બાદ આ ગુજરાતી ખેલાડી બનશે ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ પહેલા ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ સિરીઝ રમતી જોવા મળી હતી. ભારતીય ટીમ હાલમાં ઘણી મજબૂત જોવા મળી રહી છે પરંતુ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ બાબતે ફરી એક વખત એક નવા સમાચાર સામે આવ્યા છે.

રોહિત શર્મા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળ્યો છે. તેણે અત્યાર સુધી ઘણી જીત અપાવી છે પરંતુ વધતી ઉંમરના કારણે તે અત્યારથી જ તેનો ઉત્તરાધિકારી શોધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેનેજમેન્ટ ટીમ પણ આ બાબતે તર્ક-વિતર્ક કરી રહી હતી. હાલમાં જ બેઠક દરમિયાન તેઓએ આ ગુજરાતી ખેલાડીને નવો કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર રોહિત શર્મા બાદ આ ગુજરાતી ખેલાડી ટેસ્ટ ટીમનો કેપ્ટન બનતો જોવા મળશે. હાલમાં તેની સાથે પણ ચર્ચા થઈ છે. તે પણ કેપ્ટન બનવા માટે તૈયાર છે. અત્યાર સુધી તે કેપ્ટન તરીકે સફળ રહી ચૂક્યો છે. જેથી તેને આ મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિત બાદ હવે જસપ્રિત બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવશે. બુમરાહ અત્યાર સુધી ઘણી વખત રોહિત અને કોહલી જવા ખેલાડીઓની ગેરહાજરીમાં કમાલ કરી ચુક્યો છે. તે સફળ પણ રહ્યો છે. એક ફાસ્ટ બોલર તરીકે તે ટેસ્ટ ફોર્મેટમાં ઘણી જીત અપાવી ચૂક્યો છે. તે ગેમ પલટો કરવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં તેને આ મોટી જવાબદારી મળશે.

બુમરાહ પહેલેથી ઘાતક બોલિંગ ઉપરાંત ખેલાડીઓને સંભળાતો આવ્યો છે. તેનામાં દરેક આવડત રહેલી છે. આગામી સમયમાં તે ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. તેના માટે પણ એક સારી બાબત ગણી શકાય છે. તે કેપ્ટન બનતાની સાથે જ ઘણા નવા ચહેરાઓને સ્થાન પણ આપી શકે છે. આગામી સમયમાં ફરી એક વખત ટીમ બદલાયેલી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *