મેચના 4 દિવસ પહેલા જ થઇ ગયું નક્કી, ત્રીજી મેચમાં થશે આ 2 મોટા બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 ફેબ્રુઆરી બુધવારથી ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ પહેલા હાલમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ સિરીઝની પ્રથમ બંને મેચોમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી છે. હવે ત્રીજી મેચમાં પણ જીત મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. બંને ટીમોમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે.

રોહિતની આગેવાની હેઠળ હાલમાં ભારતીય ટીમને પ્રથમ બંને મેચમાં જીત મળી છે પરંતુ હજુ પણ ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં પહોંચવા ત્રીજી ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે. જેથી રોહિત શર્મા ત્રીજી મેચ જીતવા માટે ખરાબ ફોર્મમાં ચાલી રહેલ આ બંને ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે. આ બદલાવો કરવા ખૂબ જરૂરી બન્યા છે.

રોહિત શર્મા ત્રીજી મેચમાં ફ્લોપ રહેલ આ બંને ખેલાડીઓને બહાર કરશે અને તેના સ્થાને યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. હવે તે કોઇ ખેલાડી પર દયા રાખવા માંગતો નથી. ત્રીજી અને ચોથી બંને ટેસ્ટ મેચમાં જીત મળે તે માટે અત્યારથી જ મજબૂત ટીમ બનાવવામાં આવશે. જેથી આ બંને બદલાવો કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ તમામ ખેલાડીઓ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ત્રીજી મેચમાંથી બહાર થઇ શકે છે. પ્રથમ બંને મેચોમાં તે ખૂબ જ ઓછા રન બનાવીને આઉટ થયો છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તે ખરાબ ફોર્મમાં જોવા મળ્યો છે. જેથી હવે તેને ત્રીજી મેચ માંથી બહાર કરવામાં આવશે અને તેના સ્થાને ઓપનર બેટ્સમેન તરીકે શુભમન ગિલને મેદાને ઉતારવામાં આવશે. તે હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને પણ બહાર કરવામાં આવશે. તેને રિષભ પંતના સ્થાને સોનેરી તક આપવામાં આવી પરંતુ તે ખાસ કમાલ કરી શક્યો નથી. તે પણ ઓછા રન બનાવીને આઉટ થયો છે. આવા કારણોસર ઇશાન કિશનને મેદાને ઉતારવામાં આવશે. તે તાજેતરમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં તેણે બેવડી સદી પણ ફટકારી હતી.

રોહિત શર્મા ત્રીજી મેચમાં આ બે મોટા બદલાવો સાથે મેદાને જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝ 13 માર્ચના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી 22 માર્ચ સુધી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ બંને સિરીઝ દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરૂઆત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *