મેચના 1 દિવસ પહેલા જ થઇ ગયું નક્કી, બીજી મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી દિલ્હી ખાતે બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ ટેસ્ટ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ટીમે આ પહેલા રમાયેલ પ્રથમ મેચમાં જબરદસ્ત જીત મેળવી છે. ભારતીય ટીમ પાસે ફરી એક વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં પહોંચવાની તક છે. જેથી ઓસ્ટ્રેલિયા સામેની દરેક મેચ જીતવા પ્રયત્ન કરવામાં આવશે.

બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા જ હાલમાં પ્લેઇંગ ઇલેવન બાબતે ઘણા મોટા ખુલાસો થયા છે. ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ દ્વારા તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વાતો કહેવામાં આવી છે. બીજી મેચમાં ઘણા બદલાવો થઇ શકે છે. તો ચાલો આપણે તેની સંભવિત પ્લેઇંગ ઇલેવન પર એક નજર કરીએ અને જાણીએ કે બીજી મેચમાં કોને સ્થાન મળશે અને કોને બહાર કરવામાં આવશે.

સૌપ્રથમ ઓપનર બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત અને રાહુલ બંને ફરી એક વખત ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. તે બંને દિલ્હીની પીચ પર ઘણી સારી ભાગીદારી કરી ચૂક્યા છે. જેથી આ જોડીમાં હાલમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. કેએલ રાહુલને હજુ એક તક મળી શકે છે. ભારતીય સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે.

મિડલ ઓર્ડર બેટિંગ લાઇનની વાત કરીએ તો વિરાટ કોહલીને નંબર 4 પર સ્થાન આપવામાં આવશે. હાલમાં નંબર 5 માટે શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ બંને દાવેદાર છે પરંતુ દ્રવિડે જણાવ્યું છે કે જો શ્રેયસ ઐયર રમવા માટે ફીટ હશે તો જ તેને મેદાને ઉતારવામાં આવશે. જેથી પ્રેક્ટિસ સેશન બાદ આ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળશે.

ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને નંબર 7 પર બેટિંગ કરવા માટે સ્થાન આપવામાં આવશે. ઓલ રાઉન્ડર ખેલાડીઓ તરીકે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવશે. ફાસ્ટ બોલિંગ લાઇનની વાત કરીએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને જગ્યા આપવામાં આવશે. આ બંને ખેલાડીઓ ફરી એક વખત ભારતીય ટીમને મેચ જીતાડી શકે છે.

ભારતીય ટીમ બીજી મેચમાં શરૂઆતથી જ દબદબો બનાવવાના પ્રયત્નો કરશે. પ્રથમ મેચની જેમ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ઝડપી જીત મેળવી શકે છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ આ વખતે ફાઇનલ મેચમાં પહોંચી શકે છે અને ચેમ્પિયન પણ બની શકે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ પણ રમાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *