થઈ ગયું નક્કી, બીજી ટેસ્ટ મેચમાં આ વિસ્ફોટક ખેલાડી લેશે રવિન્દ્ર જાડેજાનું સ્થાન…

ભારતીય ટીમ હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડનો સામનો કરી રહી છે. જેમાં ભારતને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં મોટા બદલાવો સાથે જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યો છે.

રવિન્દ્ર જાડેજાની વાત કરવામાં આવે તો તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઈનિંગમાં તેણે 87 રન અને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં તેણે બે વિકેટ ઝડપી હતી. આ ઓલરાઉન્ડર પ્રદર્શન બાદ તે ઈજાગ્રસ્ત થતા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો હોય તેમ કહી શકાય છે. આવી સ્થિતિમાં રોહિત શર્માએ એક યુવા ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાની સાથે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો છે. જેથી ભારતીય ટીમમાં એક સાથે ત્રણ યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. મિડલ ઓર્ડર ઘાતક બેટ્સમેન સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદરને બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

આ નિર્ણય બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે રવિન્દ્ર જાડેજાના સ્થાને બીજી ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદર રમતો જોવા મળશે. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે અને તે છેલ્લા ઘણા સમયથી ઇજાગ્રસ્ત હોવાના કારણે બહાર ચાલી રહ્યો હતો. પરંતુ હાલમાં જ તે સ્વસ્થ થઈ ગયો છે અને હવે તેને ભારતીય ટીમમાં સ્થાન મળશે તે નિશ્ચિત છે.

વોશિંગ્ટન સુંદર બીજી ટેસ્ટ મેચમાં આવતાની સાથે જ ભારતીય ટીમને જીત અપાવી શકે છે. તે બેટિંગ અને બોલિંગ બંનેમાં મહેર છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજાના સ્થાને બીજી ટેસ્ટ મેચમાં તેને તક મળશે તે નિશ્ચિત છે. હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા રવિન્દ્ર જાડેજાના સ્થાને બીજી ટેસ્ટ મેચમાં કોને તક આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *