27 વર્ષીય આ ઘાતક ખેલાડીના કારણે ઇશાંત શર્માનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે…

ઇશાંત શર્મા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે. તેના ખરાબ પ્રદર્શનના કારણે અને ઇજાના કારણે તે ભારતીય ટીમમાં આવતો જતો રહે છે. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તે અત્યાર સુધીમાં 100થી પણ વધારે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને 300 થી પણ વધારે વિકેટ ઝડપી ચુક્યો છે.

ઇશાંત શર્માને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ જો ભારતીય સમીકરણોને જોવામાં આવે તો તેને સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેની શક્યતા ઓછી છે. કારણ કે ભારતીય ટીમમાં હાલ ઘણા બધા યુવા ખેલાડીઓ તેનાથી સારું પ્રદર્શન કરી રહ્યા છે.

હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેને એક પણ વિકેટ નહોતી મળી. તેથી તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું. તમને જણાવી દઇએ કે ઇશાંત શર્મા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે તેને ટીમમાં તો સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે નહીં.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. સિરાજે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ન્યૂઝીલેન્ડના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને ઝડપી આઉટ કરી પોતાની લય બતાવી હતી. તેથી તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ તક આપવામાં આવશે.

મોહમ્મદ સિરાજની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી દેખાડ્યું હતું. તેથી તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી હતી. જો સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં મોહમ્મદ સિરાજ સારુ પ્રદર્શન કરશે તો તે ટીમ ઇન્ડિયામાં ઇશાંત શર્માના સ્થાને પોતાનું સ્થાન કાયમ કરી શકે છે.

મોહમ્મદ સિરાજ આઇપીએલમાં પણ સારુ પ્રદર્શન કરે છે. તેથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને રિટેન કર્યો છે. મોહમ્મદ સિરાજે સતત સારું પ્રદર્શન કરી પોતાની છાપ છોડી છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં જો તેને સ્થાન મળશે તો તે ટીમ ઇન્ડિયામાંથી ઇશાંત શર્માનું પત્તું કાપી પોતાનું સ્થાન કાયમ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *