ઇશાંત શર્મા પ્રથમ ટેસ્ટમાંથી OUT! આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સીરીઝમાં ગઇ છે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. ટેસ્ટ મેચમાં પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે સીરીઝનો પ્રારંભ થશે.

આફ્રિકા સામેની સિરીઝ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વની છે. ભારતીય ટીમ આ પહેલા એક પણ વાર આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ જીતી નથી. આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. આ સિવાય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને લીધે પહેલેથી જ બહાર થયો હતો.

ભારતીય ટીમમાં આ બે મોટા ખેલાડીની અછતના કારણે ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. વાત કરીએ ઇશાંત શર્માની તો તે લાંબા સમયથી પોતાની લયમાં જોવા મળી રહ્યો નથી અને હવે તેની ઉંમર પણ ધીમેધીમે વધી રહી છે. ઇશાંત શર્માની ઉંમર 33 વર્ષની થઇ ગઇ છે.

ઉંમર વધવાની સાથે ઇશાંત શર્માની ઝડપ પણ ઓછી થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ઇશાંત શર્માએ 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે. છેલ્લા ઘણા સમયથી તેના ખરાબ પ્રદર્શનના કારણે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળવી ઘણી મુશ્કેલ લાગી રહી છે. આ ખેલાડીના સ્થાને કોઇ અન્ય ફાસ્ટ બોલર પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. તો ચાલો જાણીએ આ સ્થાન માટે કોણ દાવેદાર છે.

તમને જણાવી દઇએ કે મોહમ્મદ સિરાજે છેલ્લા કેટલાક સમયથી પોતાની ઘાતક બોલિંગ કરીને દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. કોઇ પણ બેટ્સમેન માટે આ ખેલાડીનો બોલ રમવો સરળ નથી. તેણે ભારત માટે 10 ટેસ્ટ મેચમાં 33 વિકેટ લીધી છે. તેની ઉંમર પણ હજી નાની છે. તે પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. સિરાજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે તોફાની બોલિંગ કરી હતી.

ભારતને મેચની શરૂઆતમાં સફળતા આપવામાં આ ખેલાડી મહેર છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ આ બોલરની પ્રશંસા કરી હતી. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ઇશાંત શર્માના સ્થાને આ ખેલાડીને સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે. આફ્રિકા સામે સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન ઉતરીને આ સિરીઝ જીતે તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *