જબરદસ્ત બેટિંગ બાદ ટીમ ઇન્ડિયામાં ઇશાન કિશનનું સ્થાન ફાઇનલ, આ ખેલાડીનું પત્તું કપાશે?

ટી 20 વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત પોતાની પહેલી મેચ 24 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોવાથી દર્શકોને બંને દેશો વચ્ચેનો જબરદસ્ત મુકાબલો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ભારત ટી 20 વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે હાર્યું નથી.

આ વર્ષે ટી 20 વર્લ્ડકપમાં યુવા ખેલાડીઓને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યકુમાર યાદવ, રાહુલ ચહર અને ઇશાન કિશન જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આમાંથી અમુક ખેલાડીઓનું પ્રદર્શન આઇપીએલ 2021 દરમિયાન સાવ સાધારણ જોવા મળ્યું હતું.

ઇશાન કિશનની વાત કરીએ તો આઇપીએલ 2021 ની છેલ્લી બે મેચમાં તેણે પોતાનું ફોર્મ બતાવ્યું હતું, અને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં પણ તેણે જબરદસ્ત અંદાજમાં રન બનાવ્યા હતા. ઇશાન કિશનના આ ઘાતક ફોર્મને જોતા લાગી રહ્યું છે કે પાકિસ્તાન સામેની મેચ રમશે.

જો ઇશાન કિશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવશે તો સૂર્યકુમાર યાદવનું સ્થાન ખતરામાં મુકાશે કારણ કે ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલ પણ હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી ઇશાન કિશન નંબર 4 બેટિંગ કરે તેવી શક્યતાઓ છે.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઇશાન કિશને 46 બોલમાં 70 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જેમાં 7 ફોર અને 3 સિક્સર સામેલ છે. આમ તો ઇશાન કિશનને બેકઅપ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ તે નંબર 4 પર પણ બેટિંગ કરી શકે છે. જેથી સૂર્યકુમાર યાદવનું સ્થાન ખતરામાં મુકાશે.

સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેનું પ્રદર્શન પર આઇપીએલ 2021 દરમિયાન સાવ સાધારણ જોવા મળ્યું હતું, અને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં પણ તે માત્ર 8 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જેની સામે ઇશાન કિશાનના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે તે સૂર્યકુમાર યાદવનું પત્તું કાપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *