ઇશાન કિશનના કારણે આ ઘાતક ખેલાડીનું કરિયર થઇ રહ્યું છે બરબાદ, ટૂંક સમયમાં લઇ શકે છે નિવૃત્તિ…

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી વર્લ્ડકપની તૈયારી રૂપે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અત્યારથી જ મજબૂત ટીમ બનાવી રહ્યો છે.

ભારતીય બેટ્સમેન ઇશાન કિશનને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચમાં ઇશાન કિશને થોડી ભૂલો કરી હતી પરંતુ ત્યારબાદ રોહિત શર્મા દ્વારા તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઇશાન કિશન ભારતીય ટીમમાં કાયમી જગ્યા બનાવી શકે છે. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં પણ ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.

ભારતીય ટીમમાં જ્યારથી ઇશાન કિશનની એન્ટ્રી થઇ છે, ત્યારથી આ ઘાતક ખેલાડીનું કરિયર સમાપ્ત થઇ હોય તેવું લાગી રહ્યું છે. આ ઘાતક ખેલાડી રોહિત શર્માની સાથે છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ કરતો જોવા મળ્યો નથી. ઇજાગ્રસ્ત અને ખરાબ ફોર્મના કારણે તેને ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સામેલ કરવામાં આવ્યો નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકા સિરીઝ માટે તાજેતરમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિખર ધવનને સામેલ કરવામાં આવ્યો નથી. વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર પછી રોહિત શર્મા અને શિખર ધવનની જોડી ખૂબ જ રન બનાવતી હતી. તે બંનેએ વિદેશ પ્રવાસમાં અને ઘરેલુ ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી શિખર ધવન જોવા મળ્યો નથી.

શિખર ધવનને ટી-20 વર્લ્ડકપ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ જગ્યા આપવામાં આવી ન હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને રમવાની તક મળી નહીં. આ ખેલાડી ભારતીય બેટિંગ ઓર્ડરનો મજબૂત ખેલાડી ગણાતો હતો. તે ટીમ ઇન્ડિયા માટે 34 ટેસ્ટ મેચમાં 2315 રન, 149 વન-ડે મેચમાં 6284 રન અને 68 ટી-20 મેચમાં 1759 રન બનાવ્યા છે.

હાલમાં ટીમ ઇન્ડિયામાં આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક આપવામાં આવે છે. આવી સ્થિતિમાં શિખર ધવનને તક મળી નથી અને તેની કારકિર્દી સમાપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ખેલાડીની ઉંમર પ્રમાણે એવું કહી શકાય કે તે ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *