જબરદસ્ત બેટિંગ બાદ પણ ઇશાન કિશનને નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન, કારણ છે કંઇક આવું…

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપમાં કઇ ઓપનિંગ જોડી રમશે તેને લઇ મોટો ખુલાસો કર્યો છે. આઇપીએલ દરમિયાન એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્માની સાથે ઓપનિંગમાં વિરાટ કોહલી કે ઇશાન કિશન આવી શકે છે પરંતુ વોમઅપ મેચમાં વિરાટ કોહલીએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલીએ કહ્યું કે, રોહિત શર્માની સાથે ઓપનિંગમાં હું અને ઇશાન નહીં પરંતુ કે.એલ.રાહુલ નજરે આવશે. તેણે વધુમાં કહ્યું કે, રોહિત શર્માની સાથે ઓપનિંગમાં કે.એલ.રાહુલને જ ઉતારવામાં આવશે. કારણ કે, રાહુલ હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે.

કોહલીએ કહ્યું કે, ઇંગ્લેન્ડ ટૂર દરમિયાન રોહિત શર્મા અને કે.એલ.રાહુલ ઓપનિંગમાં સેટ થઇ ગયા હતા. વધુમાં જણાવ્યું કે, આઇપીએલ પહેલા હું ટી 20 વર્લ્ડકપમાં ઓપનિંગ કરવાનો હતો પરંતુ કે.એલ.રાહુલનું જોરદાર પ્રદર્શન જોઇને તેને ઓપનિંગમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રોહિત શર્મા એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તેથી તે ભારતીય ટીમ માટે ઓપનિંગ કરે તે નક્કી છે. પરંતુ તેની સામે કે.એલ.રાહુલ ઓપનિંગ કરતો નજરે આવશે. તમને જણાવી દઈએ કે, પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઇશાન કિશનને જબરદસ્ત ફોર્મ બતાવ્યું હતું તેમ છતાં પણ વર્લ્ડકપમાં કે.એલ.રાહુલ જ ઓપનિંગ કરતો નજરે આવશે. કારણ કે આઇપીએલ 2021 માં તેણે જબરદસ્ત ફોર્મ બતાવ્યું હતું, અને પ્રથમ પ્રેક્ટિસ મેચમાં પણ તેણે ઘાતક અંદાજમાં બેટિંગ કરી હતી.

સોમવારે રમાયેલી મેચમાં ઓપનિંગમાં રોહિત શર્મા ની જગ્યાએ કે એલ રાહુલની સાથે ઇશાન કિશનને ઉતારવામાં આવ્યો હતો. ઇશાન કિશને 46 બોલમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગા મારીને 70 રન ફટકાર્યા હતા. પરંતુ હવે રોહિત શર્માની સાથે કે એલ રાહુલને ઉતારવામાં આવશે.

પ્રથમ વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી ભારતની ટીમે 19 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી 192 રને જીત મેળવી હતી. આ મેચ પરથી ભારતીય ટીમ કેટલી મજબૂત છે તેની જાણ અન્ય ટીમોને પણ થઇ ગઇ હતી.

ઇંગ્લેન્ડની સામે ઇશાન કિશને તોફાની બેટિંગ કરી પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં ઇનિંગની શરૂઆત કરવા માટે રોહિત શર્મા અને કે.એલ.રાહુલ ઉતરશે. ભારતના અન્ય ખેલાડીઓએ પણ આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ બધા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવું શક્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *