એક્શન મોડમાં આવ્યો ઇશાન કિશન, ઇંગ્લેન્ડ સામે સ્થાન ન મળતા MS ધોની સાથે ચર્ચા કરીને તાત્કાલિક આ ટીમ સાથે જોડાવાનો લીધો નિર્ણય…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ થોડા સમય પહેલા આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમી રહી હતી. આ સીરીઝ બાદ હાલમાં અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ 17 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારબાદ ભારતીય ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ બાબતે હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઈશાન કિશન જવા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ઈશાન કિશન બહાર થતાની સાથે જ ગુસ્સામાં જોવા મળ્યો છે. તેણે ધોની સાથે વાતચીત કરીને આ ટીમ સાથે જોડાવાનો નિર્ણય પણ લીધો છે.

ઇશાન કિશન છેલ્લા ઘણા સમયથી આરામ પર જોવા મળ્યો છે. આફ્રિકા પ્રવાસ પર પણ તે ટીમ સાથે જોવા મળ્યો નહોતો. આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પણ સ્થાન ન મળતા તે ગુસ્સે થયો છે. તેને તાત્કાલિક ધોની સાથે ઘણી વાતચીત કરી છે. ત્યારબાદ તેણે આ ટીમ સાથે જોડાવાનું કહ્યું છે. તે ટૂંક સમયમાં પ્રથમ મેચ રમતો જોવા મળશે. તો ચાલો જાણીએ તે હવે કઈ ટીમ તરફથી રમશે.

તમને જણાવી દઈએ કે ઈશાન કિશન ફરી એક વખત દિલ્હી તરફથી રણજી ટ્રોફીની મેચો રમતો જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. બીજી તરફ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ લાંબા સમય સુધી રમાવાની છે. જેથી બ્રેક ન પડે તે માટે તે રણજી ટ્રોફીમાં પોતાનો ફોર્મમાં આવવા પ્રયત્ન કરશે. તેને હાલમાં જ ટીમ સાથે જોડાવાનું નિમંત્રણ પણ મળ્યું છે.

ઇશાન કિશનની જેમ ચેતેશ્વર પુજારા અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓ પણ રણજી ટ્રોફી રમતા જોવા મળ્યા છે. ટીમમાં સ્થાન ન મળતા તેઓએ આવો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી છે. આગામી સમયમાં તમામ ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં વાપસી કરતા જોવા મળી શકે છે. હાલમાં તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *