સતત ત્રીજી મેચ હાર્યા બાદ ઇશાન કિશન થયો ભાવુક તો કોહલીએ આ રીતે આપી હિંમત… – જુઓ વિડિયો
આઈપીએલ 2021ના પહેલા તબક્કામાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. પરંતુ બીજા તબક્કામાં મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. તે અત્યારસુધીમાં ત્રણ માંથી ત્રણ મેચ હારી ચૂકી છે. આવી સ્થિતિમાં દરેક ખેલાડીઓનું મનોબળ પણ ભાંગી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ આ વર્ષે ટોપ ફોર માંથી પણ પોતાનું સ્થાન ગુમાવી ચૂકી છે. હાલ મુંબઇ ઇન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં સાતમાં સ્થાન પર છે. તેને પ્લેઓફમાં પોતાનું સ્થાન કન્ફોર્મ કરાવવા માટે બાકી રહેલી ચારમાંથી ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી પડશે.
આઇપીએલ 2021 સમાપ્ત થયા બાદ તરત જ ટી 20 વર્લ્ડકપ શરૂ થવાનો છે. તેવામાં મુંબઇ ઇન્ડિયન્સનો એક ખેલાડી કે જેની પસંદગી ટી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં કરવામાં આવી છે, તે હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન ઇશાન કિશન હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે.
ઇશાન કિશનની વાત કરીએ તો તે આઇપીએલ 2021ના બીજા તબક્કામાં ત્રણ માંથી એક પણ મેચમાં રન બનાવવામાં સફળ રહ્યો નથી. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચ બાદ જ્યારે વિરાટ કોહલી સાથે તે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે તે ભાવુક થઈ ગયો હતો. તે સમયે વિરાટે તેને હિંમત આપી પ્રેરિત કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિરાટ કોહલી હંમેશા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતો રહે છે. તે કોલકતા નાઇટ રાઇડર્સ સામેની મેચ બાદ યુવા ખેલાડી વેંકટેશ ઐયરને પણ પ્રોત્સાહિત કરતો નજરે આવ્યો હતો.
જુઓ વીડિયો :-
Ishu almost cried ? pic.twitter.com/82LUj7GVcg
— Neil? (@RohitsBoy) September 26, 2021