ઈશાન કિશનના મુખેથી છલકાયું દુઃખ કહ્યું કે, જમવાનું ન મળતા રાત્રીના સમયે…
ઈશાન કિશનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ બિહારની રાજધાની પટણામાં થયો હતો. તેણે હાલમાં જ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ઈશાન કિશન એક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. ઈશાન કિશનને જ્યારે ભારતની અંડર-19 ક્રિકેટ ટીમનો કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે તે ટીમના કોચ પણ રાહુલ દ્રવિડ જ હતા.
શ્રીલંકામાં ભારતની મર્યાદિત ઓવર ફોર્મેટ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. ઈશાન કિશનને પ્રેસમાં કહ્યું કે, તેણે પસંદગીકારોનો વિશ્વાસ જીતવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ઇશાન કિશનના બાળપણના કોચ ઉત્તમ મજુમદારે કહ્યું કે તેણે 2005માં ઈશન કિશનને પહેલીવાર જોયો હતો.
ઈશન કિશન જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પરિવારે તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેના કોચે કહ્યું હતું કે, જો તે મોટા કક્ષાએ ક્રિકેટ રમવા માંગતો હોય તો તેણે રાંચી જવું પડશે. તેની માતા અસ્વસ્થ હતી. પરંતુ ખૂબ વિચારણા પછી અમે તેને પાડોશી રાજ્યમાં મોકલવાનું નક્કી કર્યું.
ઈશાનની રાંચીમાં જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સેલની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. સેલે તેને એક રૂમનો ક્વાર્ટર આપ્યો હતો. અન્ય ચાર વરિષ્ઠ ક્રિકેટરો પણ તેમાં રહેતા હતા. ઈશાન તે સમયે ખૂબ જ નાનો હતો. તેથી તે રસોઇ બનાવવાનું પણ જાણતો ન હતો. તેથી તેનું કામ વાસણો સાફ કરવાનું અને પાણી ભરવાનું હતું.
એકવાર જ્યારે તેના પિતા રાંચી ગયા હતા. ત્યારે ઈશાનના પાડોશીએ તેના પિતાને કહ્યું કે, તમારો પુત્ર ઘણી રાત ખાલી પેટે સૂઈ જાય છે. ઈશાનના પિતાએ કહ્યું કે ખરેખર તેના સિનિયરો રાત્રે ક્રિકેટ રમવા માટે જતાં હતાં. તેને લીધે તે ઘણી વખત રાત્રે જમ્યા વિના સૂઈ જતો હતો.
આ રીતે બે વર્ષ સુધી ચાલ્યું. તે ચિપ્સ તો ક્યારેક કુરકુરે ખાઈને સૂઈ જતો હતો. જ્યારે અમે તેને બોલાવતા ત્યારે તે જૂઠું બોલી લેતો હતો કે તેણે રાત્રે જમ્યુ છે. જ્યારે અમને ફરીથી ખબર પડી કે તે રાત્રે ખાલી પેટે સૂઈ જાય છે. ત્યારે અમે રાંચીમાં એક ફ્લેટ ભાડે લેવાનું નક્કી કર્યું હતું.
ઈશાન કિશન જ્યારે 15 વર્ષનો હતો. ત્યારે તેની પસંદગી ઝારખંડની રણજી ટીમમાં થઈ હતી. ગુવાહાટીમાં આસામ સામે ઓપનિંગ દરમિયાન તેણે 60 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેની પસંદગી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં થઈ હતી.
ઈશાન કિશનને પહેલીવાર રાહુલ દ્રવિડ ની કોચિંગ હેઠળ કેપ્ટનશીપ મળી હતી. પરંતુ અંદર-19 ક્રિકેટમાં તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેમ છતાં તેણે આશા છોડી ન હતી. અંદર-19 ક્રિકેટ બાદ તેનું સિલેક્શન આઈપીએલમાં થયું હતું. આઈપીએલમાં તેણે ધૂમ મચાવી હતી. જેના આધારે હવે તેણે ભારત માટે બે ફોર્મેટમાં પ્રવેશ કર્યો છે.