ઇરફાન પઠાણે પાકિસ્તાન સામેની મેચ માટે પસંદ કરી ભારતની પ્લેઇંગ ઇલેવન, જાણો કોને મળ્યું સ્થાન…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇમાં રમશે. તે પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઇંગ્લેન્ડની સાત વિકેટે અને ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું હતું.

પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનને જોઇ કહી શકાય કે તે 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમાનારી મેચ માટે તૈયાર છે. પ્રેક્ટિસ મેચને ધ્યાનમાં લઇને પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પાકિસ્તાન સામેની મેચ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે.

ઇરફાન પઠાણે પાકિસ્તાન સામેની મેચ માટે પોતાની પ્લેઇંગ ઈલેવનમાં રોહિત શર્મા અને કે.એલ.રાહુલને ઓપનર બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે. તો પઠાણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઘાતક બેટ્સમેન ઇશાન કિશનને ટીમથી બહાર કરી દીધો છે. ત્યારબાદ ત્રીજા નંબર પર પઠાણે વિરાટ કોહલીને પસંદ કર્યો છે.

મધ્ય ક્રમમાં પઠાણે સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને રાખ્યા છે. આ સિવાય અનફિટ હાર્દિક પંડ્યાને ફિનિશર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. ટીમના એક માત્ર ઓલરાઉન્ડર તરીકે પઠાણે રવીન્દ્ર જાડેજાને પસંદ કર્યો છે. ફાસ્ટ બોલરોમાં પઠાણે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી છે.

જ્યારે સ્પિનર તરીકે વરુણ ચક્રવર્તી પર ભરોસો મૂકી ટીમમાં સ્થાન આપ્યું છે. વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપતાની સાથે જ પઠાણે પ્રેક્ટિસ મેચમાં ઘાતક બોલિંગ કરનાર રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો છે.

ઇરફાન પઠાણની પ્લેઇંગ ઇલેવન :- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *