ઇરફાન પઠાણે કહ્યું- વિરાટ કોહલી નહીં પરંતુ આ ખેલાડી હતો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો અસલી હકદાર…
તાજેતરમાં ભારત સહિત વિશ્વની તમામ ક્રિકેટ ટીમો ભારતના ઘર આંગણે વર્લ્ડ કપ 2023ની મેચો રમતી જોવા મળી હતી. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે. આ સાથે જ ભારતને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ ઈરફાન પઠાણે એક મહત્વની બાબત જણાવી છે.
સમગ્ર ટુર્નામેન્ટમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ લાઇન અને બોલિંગ લાઇન બંને ઘણી મજબૂત જોવા મળી હતી. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે શરૂઆતથી જ સારી બેટિંગ કરી હતી. આ ટુર્નામેન્ટમાં તેણે ટોટલ 765 રન બનાવ્યા હતા. આવા કારણોસર તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો પરંતુ બાદ ઇરફાન પઠાણે નહીં પરંતુ આ ખેલાડીને આ એવોર્ડનો અસલી હકદાર ગણાવ્યો છે.
ઈરફાન પઠાણે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે કોહલી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવાનો અસલી હકદાર હતો. તેણે થોડી મેચોમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. બીજી તરફ તેણે અશક્ય પરિણામ પણ આપ્યું છે. જેથી આ એવોર્ડ માટે તે અસલી હકદાર હોય તેવું કહી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણે મેચ બાદ મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ગણાવ્યો છે. તેણે જણાવ્યું હતું કે મોહમ્મદ શમીએ આ ટુર્નામેન્ટની માત્ર 7 મેચોમાં 24 વિકેટ લીધી છે અને સૌથી વધુ વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં તેને ઘણા મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. શરૂઆતમાં તેને સ્થાન મળ્યું નહોતું પરંતુ માત્ર 7 મેચો રમીને તેણે આ કારનામુ કર્યું છે.
ઈરફાન પઠાણે વધુમાં જણાવ્યું કે મોહમ્મદ શમી અસલી ગેમ ચેન્જર ગણી શકાય છે. તેણે આ વર્લ્ડ કપમાં ભારતને ઘણી જીત અપાવી છે. આવા કારણોસર મારા મતે તે અસલી હકદાર ગણી શકાય છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં હતા પરંતુ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં થોડી ભૂલોના કારણે હાર નો સામનો કરવો પડ્યો છે.