રોહિતને બદલે રાહુલની સાથે આ ઘાતક ખેલાડી સંભાળશે ઓપનિંગની જવાબદારી…

ભારતીય ટીમ હાલ 3 મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 133 રને માત આપી ભવ્ય વિજય મેળવ્યો છે. હવે ભારતીય ટીમની નજર આગામી ટેસ્ટ મેચ પર છે. પરંતુ આ બધાની વચ્ચે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તમામ ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આફ્રિકા પ્રવાસ પહેલા મુંબઇમાં ટ્રેનિંગ કેમ્પ દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો.

રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો હતો. પરંતુ હવે તે વન-ડે સિરીઝમાંથી પણ બહાર થઇ ગયો છે. તેથી તેના સ્થાને કેપ્ટનની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને વાઇસ કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે રોહિતના સ્થાને ઓપનિંગની જવાબદારી કોણ સંભાળશે.

આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર ઘણા બધા ખેલાડીઓને આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે તક આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બહાર થયેલ શિખર ધવનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિખર ધવન આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં શિખર ધવન કેએલ રાહુલની સાથે ઓપનિંગ કરતો નજરે આવી શકે છે. શિખર ધવન ઉપરાંત કે રાહુલની સાથે ઋતુરાજ ગાયકવાડ અથવા તો ઇશાન કિશન પણ ઓપનિંગ કરતો નજરે આવી શકે છે. આ બંને ખેલાડીઓ આઇપીએલમાં પોતપોતાની ટીમ માટે ઓપનિંગ કરે છે. તેથી આ બંને ખેલાડીઓ પાસે ઓપનિંગ કરવાનો અનુભવ પણ છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા ખેલાડીઓને વાપસી થઇ છે. તેમાં સૌથી મોટું નામ શિખર ધવનનું છે. તે જ સમયે ઘણા વર્ષો બાદ વન-ડે ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની પણ વાત થઇ છે. આ સિવાય યુજવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરને પણ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *