કોહલીની જગ્યાએ આ ઘાતક ખેલાડી બની શકે છે RCBનો કેપ્ટન…

આ વર્ષે આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો જોડાઇ ગઇ છે. ટોટલ 10 ટીમો વચ્ચે આ સ્પર્ધા થશે. આ વર્ષે આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ પહેલા તમામ જૂની ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની વાત કરીએ તો આ ટીમે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ આ ત્રણ ખેલાડીઓને આરસીબી ટીમે જાળવી રાખ્યા છે. આ ઉપરાંત મેગા ઓક્શનમાંથી અન્ય ખેલાડીઓની પસંદગી કરીને ટીમ બનાવશે.

વિરાટ કોહલીએ આઇપીએલ 2021ની સીઝન પૂર્ણ થતા આરસીબી માંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. વિરાટ કોહલી અત્યાર સુધીમાં આરસીબી ટીમને ટ્રોફી જીતાડી શક્યો નથી. એવામાં હવે સવાલ એ થઇ રહ્યો છે કે આરસીબીના નવા કેપ્ટન તરીકે કોણ જવાબદારી સંભાળશે. આ સમયે આ ત્રણ નામો કેપ્ટનશીપની રેસમાં જોવા મળી રહ્યા છે.

સૌ પ્રથમ વાત કરીએ તો આરસીબીએ ગ્લેન મેક્સવેલને જાળવી રાખ્યો છે. ગ્લેન મેક્સવેલ તેની પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ કરી ચુક્યો છે. આ ઉપરાંત બિગ બેશ લીગમાં પણ મેલબર્ન સ્ટાર્સની કેપ્ટનશીપ કરવાનો અનુભવ ધરાવે છે. આઇપીએલ 2021માં મેક્સવેલે 15 મેચોમાં 513 રન બનાવ્યા હતા. આ ઘાતક ખેલાડી આગામી કેપ્ટન બની શકે છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરને લઇને પણ અટકળો શરૂ થઇ છે. ટી 20 વર્લ્ડકપમાં ધમાકેદાર ઇનિંગ રમીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલો આ ખેલાડી હાલ ચર્ચામાં ચાલી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે આરસીબીનો કેપ્ટન પણ બની શકે છે. આ પહેલા વોર્નર સનરાઇઝ હૈદરાબાદનો કેપ્ટન રહી ચૂક્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ પણ કેપ્ટનશીપની રેસમાં આગળ છે. આરસીબીએ આ ખેલાડીને રિટેન કર્યો નથી પરંતુ તેને મેગા ઓક્શનમાં ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. દેવદત્ત પડિક્કલે આઇપીએલ 2021ની સિઝનમાં 14 મેચોમાં 411 રન બનાવીને જબરદસ્ત ઇનિંગ્સો રમી હતી. આ ખેલાડી પણ કેપ્ટનશીપની રેસમાં દાવેદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *