ભારતના વસીમ અકરમને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન, કરે છે ઘાતક બોલિંગ…

ભારતીય ટીમમાં રમવાનું સપનું દરેક ખેલાડીનું હોય છે. ટીમમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ ફોર્મ જાળવી રાખવું ખૂબ જ અગત્યનું હોય છે. આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ દર વર્ષે ભારતીય ટીમમાં પ્રવેશ કરતા હોય છે. ઘણા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરીને કાયમી સ્થાન પણ બનાવે છે.

ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તેની સાથે જ ભારતીય હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. આ બંનેના આવતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણી ફેરબદલી જોવા મળી છે.

ટીમ ઇન્ડિયાનો એક એવો બોલર છે, જેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરતાની સાથે જ ચમત્કારો કર્યા હતા. આ બોલરની સ્વિંગ બોલિંગ પાકિસ્તાનના મહાન બોલર વસીમ અકરમની જેવી જ ખતરનાક છે. પરંતુ ટીમ ઇન્ડિયાના પસંદગીકારો તેને છેલ્લા બે વર્ષથી ભૂલી ગયા છે. આ બોલર બે વર્ષ પહેલા ભારતીય ટીમનો હિસ્સો હતો. પરંતુ હાલમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ લગભગ બે વર્ષથી ટીમ ઇન્ડિયાની બહાર છે. ખલીલ અહેમદ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામેની ટી 20 સિરીઝમાં ભારતીય ટીમ તરફથી રમતો જોવા મળ્યો હતો. આ સિરીઝ પછી પસંદગીકારોએ તેને પૂછ્યું પણ નથી. ખલીલે અત્યારસુધીમાં ભારત માટે 14 ટી 20 મેચ અને 11 વનડે ઇન્ટરનેશનલ મેચ રમી છે.

આઇપીએલમાં શાનદાર પ્રદર્શનના કારણે ખલીલ અહેમદને વર્ષ 2018 માં પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી હતી. આઇપીએલમાં 24 મેચોમાં 32 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ખલીલ ઝહીર ખાન અને આશિષ નેહરાની નિવૃત્તિ બાદ ટીમ ઇન્ડિયામાં શ્રેષ્ઠ ડાબોડી ફાસ્ટ બોલર કહેવાતો હતો. ખલીલ અહેમદ ઝહીર ખાન અને ઇરફાન પઠાણના બોલિંગની નકલ પણ કરી હતી.

ખલીલ અહેમદને 2018 એશિયા કપની વન ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે હોંગકોંગ સામેની મેચમાં ભારત માટે વન ડે ડેબ્યું કર્યું હતું. જેમાં દસ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. ખલીલ ડાબોડી ફાસ્ટ બોલર હોવા ઉપરાંત તેની સ્પીડ 140 થી પણ વધારે છે. આ ફાસ્ટ બોલરને બે વર્ષથી ભારતીય ટીમમાં તક મળી રહી નથી. પસંદગીકારો અચાનક તેને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *