ભારતના શોએબ અખ્તરને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન, બુમરાહ અને શમીથી પણ કરે છે ઘાતક બોલિંગ…

ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે. ભારતીય સાઉથ આફ્રિકાને પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે અને હવે ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ મેચ પર છે. આ બધાની વચ્ચે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઘણા બધા અનુભવી ખેલાડીઓ કે જે લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર હતા તેઓની પણ વાપસી થઇ છે. તેમાં સૌથી મોટું નામ શિખર ધવનનું છે. તે જ સમયે રવિચંદ્રન અશ્વિન પણ ચાર વર્ષ બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ ઐયર, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુર જેવા અનુભવી ખેલાડીઓની પણ વાપસી થઇ છે.

પરંતુ ભારતીય ટીમ પાસે એક એવો પણ ખેલાડી છે જે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીથી પણ વધારે ઘાતક બોલિંગ કરે છે. પરંતુ તેને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી નથી. તે ખેલાડીએ આઇપીએલ 2021માં સૌથી ઝડપી 155+ બોલ ફેંક્યા હતા. આ પહેલા RCBના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આ ટુર્નામેન્ટમાં સૌથી ફાસ્ટ બોલ 147.68 kmphની ઝડપે ફેંક્યો હતો.

તમને જણાવી દઇએ કે આ ખેલાડીનું નામ ઉમરાન માલિક છે. ઉમરાન માલિકે આઇપીએલ 2021 માં ખૂબ ઝડપે બોલિંગ કરી હતી જેથી તે ચર્ચાનો વિષય બન્યો હતો. જેના દમ પર પસંદગીકારોએ તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમમાં પસંદ કર્યો હતો. પરંતુ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવી નથી.

ઉમરાન માલિકે આઇપીએલ 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. આ ઘાતક બોલરે સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યા હતા. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘાતક ખેલાડીની પસંદગી ન થતા તેની સાથે અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *