ભારતના શોએબ અખ્તરને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન, બુમરાહથી પણ કરે છે ઘાતક બોલિંગ…

ભારતીય ટીમમાં દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને આઇપીએલમાંથી નવા ખેલાડીઓની એન્ટ્રી થતી હોય છે. તેની સાથે જ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ બહાર થાય છે. ભારતીય ટીમમાં સ્થાન મળ્યા પછી પણ તેને જાળવી રાખવું ખૂબ જ અગત્યનું છે. દરેક ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશવા ખૂબ મહેનત કરતા હોય છે.

ટી 20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા તેને વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી પણ હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી અને નવા હેડ કોચ રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યા હતા. આ બંને આવ્યા બાદ ટીમમાં ઘણી ફેરબદલી જોવા મળી છે.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી હાલમાં ટીમ ઇન્ડિયામાં સૌથી ભરોસાપાત્ર ફાસ્ટ બોલર છે. આ બંને બોલેરો ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. પરંતુ ભારતમાં એક એવો બોલર છે કે જે આ બંને કરતાં પણ વધુ ઘાતક બોલિંગ કરે છે. આ બોલર સતત 150ની સ્પીડેથી બોલિંગ કરી શકે છે. પરંતુ તેને પસંદગીકારો દ્વારા સ્થાન આપવામાં આવતું નથી.

તમને જણાવી દઇએ કે આ ફાસ્ટ બોલર ઉમરાન મલિક છે. કાશ્મીરનો આ ફાસ્ટ બોલર 150થી વધુ ઝડપે બોલિંગ કરી શકે છે. પરંતુ સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવી નથી. આ ઉપરાંત મલિકે આઇપીએલમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. વિરાટ કોહલીની નજર પણ આ ફાસ્ટ બોલર પણ હતી પરંતુ તેને તક આપવામાં આવી નથી.

ઉમરાન મલિકે આઇપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે તબાહી મચાવી હતી. આ બોલરને જોઇને મોટા બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેની ઘાતક બોલિંગથી બેટ્સમેનો પેવેલિયન ભેગા થયા હતા. ભારતમાં ભાગ્યે જ એવા બોલર છે કે જેઓ 150થી વધુ ઝડપે બોલિંગ કરી શકે છે. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પણ ઝડપી ડિલિવરીની યાદીમાં મલિકની નજીક નથી.

તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સિરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમાં આ ખેલાડીનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. આ ઘાતક બોલર ટીમ ઇન્ડિયામાં સૌથી ઝડપી બોલિંગ કરી શકે છે. આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *