ભારતના શોએબ અખ્તરને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન! બુમરાહ અને શમીથી પણ કરે છે ઘાતક બોલિંગ…

સાઉથ આફ્રિકા પ્રવાસ સમાપ્ત થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે અને ટી-20 સિરીઝ રમાવાની છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ દરમિયાન કેપ્ટન તરીકે જોવા મળશે. આ ઉપરાંત રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ઘણા ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરીને વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ આ દરમિયાન એક એવો ઘાતક બોલર કે જેને પસંદગીકારો દ્વારા ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે આ ખેલાડી 150 થી પણ વધારે સ્પીડથી બોલિંગ કરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ફાસ્ટ બોલર ઉમરાન મલિક છે. કાશ્મીરનો આ ફાસ્ટ બોલર 150 થી પણ વધારે સ્પીડથી બોલિંગ કરી શકે છે. આ ખતરનાક ખેલાડી ભારતીય ફાસ્ટ બોલર બુમરાહ અને શમી કરતા પણ વધુ ઘાતક બોલિંગ કરી શકે છે. તેમ છતાં પણ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને પસંદ કરવામાં આવ્યો નથી.

ઉમરાન મલિકે આઇપીએલમાં શાનદાર બોલિંગ કરીને પોતાનું નામ રોશન કર્યું હતું. ઉમરાન મલિકે આઇપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે સનસનાટી મચાવી હતી. આ ખેલાડીને સનરાઇઝ હૈદરાબાદ દ્વારા આ વર્ષે જાળવી રાખવામાં આવ્યો છે. તેણે સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને દુનિયાભરમાં પોતાનું નામ રોશન કર્યું હતું.

મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પણ સૌથી ઝડપી ડિલિવરીની યાદીમાં ઉમરાન મલિકની નજીક નથી. મલિકે આઇપીએલની ગત સિઝનમાં સૌથી ઝડપી 155+ બોલ ફેંક્યા હતા. આ ખેલાડીને તક આપવામાં આવે તો તે ભારતીય ટીમ માટે સફળ સાબિત થઇ શકે છે. પરંતુ છેલ્લી બે સિરીઝથી તેને પસંદ કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *