ભારતના મલિંગાને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન, બુમરાહથી પણ કરે છે ઘાતક બોલિંગ…

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં 6 વિકેટે જીત હાંસલ કરી છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં જીત મેળવવા ઈચ્છે છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમના ઘણા બધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ છેલ્લા ઘણા સમયથી ઇજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગઇ છે. ઘણા ખેલાડીઓને પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે મલિંગા જેવી ઘાતક બોલિંગ ધરાવતો હોવા છતાં પણ તેને ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ ખેલાડીને છેલ્લા ઘણા સમયથી તક આપવામાં આવી નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ટીમ ઇન્ડિયાનો યોર્કર મેન કહેવાતો ટી નટરાજન લગભગ એક વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો છે. આ ખેલાડી સાથે સોતેલી માં જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ ખેલાડી 2021માં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટી-20 અને વન-ડે સિરીઝમાં રમતો જોવા મળ્યો હતો. ત્યાર પછી પસંદગીકારો દ્વારા તેને નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે.

30 વર્ષના આ ફાસ્ટ બોલરે 2020-21 દરમિયાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીને ભારતીય ટીમનો યોર્કર મેન કહેવામાં આવે છે. આ ઉપરાંત તે વિરોધી ટીમ માટે ખૂબ જ ખતરનાક સાબિત થયો હતો. ટી નટરાજન ટીમ ઇન્ડિયામાં પરત ફરે તેવી અપેક્ષા છે. પરંતુ પસંદગીકારો તેને નજર અંદાજ કરી રહ્યા છે.

નટરાજને ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 ટી-20 મેચ અને 2 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આઇપીએલમાં પણ તેને શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. 4 માર્ચથી શરૂ થતી શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવે તો તે ટીમ ઇન્ડિયા માટે સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *