અંડર-19 મોસ્ટ વેલ્યુએબલ ટીમમાં ભારતનો દબદબો, આ ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન…

હાલમાં વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જે બાદ આઇસીસી દ્વારા અંડર-19 વર્લ્ડકપની મોસ્ટ વેલ્યુએબલ ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

સમગ્ર અંડર-19 વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં એક પણ મેચ હારી ન હતી. ભારતીય ટીમને આ શાનદાર જીત અપાવવામાં દરેક ખેલાડીઓનો ફાળો હતો. પરંતુ આ ત્રણ ખેલાડીઓનો વિશેષ ફાળો હતો જેને આઇસીસી દ્વારા અંડર-19 વર્લ્ડકપની મોસ્ટ વેલ્યુએબલ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આઇસીસી દ્વારા અંડર-19 વર્લ્ડ કપની મોસ્ટ વેલ્યુએબલ ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં આઠ દેશના કુલ 12 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ ભારતીયોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અંડર-19 વર્લ્ડ કપની મોસ્ટ વેલ્યુએબલ ટીમના સુકાની તરીકે ભારતીય કેપ્ટન યશ ધુલની પસંદગી કરવામાં આવી છે.

સ્પિન બોલિંગની જવાબદારી માટે આ ટીમમાં ટોમ પ્રેસ્ટ અને દુનિથ વેલાલેકની સાથે ભારતના વિક્કી ઓસ્તવાલને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીનું ભારતીય ટીમમાં પણ ઘણું મહત્વનું યોગદાન રહ્યું હતું. વિક્કીએ ઘણી મેચોમાં ભારતીય ટીમને મિડલ ઓવરોમાં જીત અપાવીને ભારતીય ટીમને જીત અપાવી હતી.

આ બંને ખેલાડીઓ સિવાય ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રાજ બાબાને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. ફાઇનલ મેચમાં તેણે બોલિંગ કરતા સમયે પાંચ વિકેટ ઝડપી હતી અને બેટિંગ કરતાં સમયે 35 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જેના દમ પર ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતવામાં સફળ રહી હતી.

હસીબુલ્લાહ ખાન (વિકેટકીપર, પાકિસ્તાન), ટીમ વાયલી (ઓસ્ટ્રેલિયા), ડેવાલ્ડ બ્રેવિસ (સાઉથ આફ્રિકા), યશ ધુલ (સુકાની, ભારત), ટોમ પ્રેસ્ટ (ઇંગ્લેન્ડ), દુનિથ વેલાલેક (શ્રીલંકા), રાજ બાવા (ભારત), વિક્કી ઓસ્તવાલ (ભારત), રિપન મોન્ડોલ (બાંગ્લાદેશ), અવેશ અલી (પાકિસ્તાન), જોશ બોયડેન (ઇંગ્લેન્ડ) નૂર અહેમદ (અફઘાનિસ્તાન).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *