ભારતના બ્રેન્ડન મેક્કુલમને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન, રોહિત શર્માથી પણ કરે છે ઘાતક બેટિંગ…
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી હતી. જેમાં ભારતીય ટીમે ત્રણેય મેચ પર જીત મેળવી છે. આ પહેલા પણ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે.
ભારતીય ટીમ શ્રીલંકા સામે 24, 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ ઉપરાંત બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે.
શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે પસંદગીકારો દ્વારા આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવશે, પરંતુ સતત તેની અવગણના કરવામાં આવી રહી છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશવા માટે તલપાપડ થઇ રહી હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી પૃથ્વી શો છે. બ્રેન્ડન મેક્કુલમ અને રોહિત શર્માનો કોમ્બો આ ખેલાડીમાં જોવા મળે છે. આ ઉપરાંત તે ઓપનિંગ કરીને લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. તે ચોગ્ગા-છગ્ગા ફટકારીને ખૂબ જ રન બનાવે છે. 22 વર્ષનો આ ખેલાડી ખૂબ જ ઘાતક બેટિંગ માટે જાણીતો છે. તે વિદેશી પ્રવાસમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરે છે.
રોહિત શર્મા જેવા આક્રમક ખેલાડીની પસંદગી ન કરીને પસંદગીકારોએ તેમની સામે લાલ આંખ દેખાડી છે. પૃથ્વી શોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની વધુ તકો મળી નથી. પરંતુ જો તક આપવામાં આવે તો તે ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. શ્રીલંકા સામેની સિરીઝમાં આ ખેલાડીને તક મળે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ટીમની જાહેરાત થતા તેને બહાર રાખવામાં આવ્યો છે.
પૃથ્વી શોએ ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં જે સનસનાટી મચાવી છે તેનો પડઘો આખી દુનિયાએ સાંભળ્યો છે. આ ખેલાડી માત્ર 22 વર્ષનો છે અને ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવે છે. તેની બેટિંગે બધાના દિલ જીતી લીધા છે. પરંતુ તાજેતરમાં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી. આગામી સમયમાં તેને તક આપવામાં આવશે તો તે ઘાતક સાબિત થઇ શકે છે.