ભારતનો સૌથી મોટો દુશ્મન પ્રથમ વન-ડે મેચ શરૂ થાય તે પહેલાં જ સમગ્ર સિરીઝમાંથી થયો બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલેથી જ કરી દેવામાં આવી છે. આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આફ્રિકા પ્રવાસ પહેલા જ ઇજાને કારણે બહાર થયા છે. રોહિત શર્માની ગેરહાજરીના કારણે વનડે સિરીઝમાં કેપ્ટનની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમ આફ્રિકા સામેની વનડે સિરીઝ જીતીને હારનો બદલો લેવા ઇચ્છે છે. પ્રથમ વનડે મેચ શરૂ થાય તે પહેલાં જ ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઘાતક પ્રદર્શન કરનાર સાઉથ આફ્રિકાનો આ ખેલાડી વનડે સિરીઝમાંથી બહાર થયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

સાઉથ આફ્રિકાનો ખતરનાક ફાસ્ટ બોલર કાગિસો રબાડા ભારત સામેની ત્રણ વનડે મેચની સિરીઝમાં રમશે નહીં. રબાડા છેલ્લા ઘણા સમયથી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો હતો અને ટેસ્ટ સીરીઝમાં પણ તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. રબાડાને વર્કલોડના કારણે આરામ આપવામાં આવ્યો છે. રબાડા ન રમવાને કારણે ભારતીય ટીમ જીતની નજીક પહોંચી ચૂકી છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રબાડાને ભારત સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેના પર ખૂબ જ બોજ રહેલો છે અને આવતા મહિને તેઓ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં આ ખેલાડીને રિફ્રેશ કરવા માંગે છે. રબાડાના સ્થાને કોઇ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો નથી પરંતુ વધારાના વિકલ્પ તરીકે લિગેન્ડને સામેલ કરી શકે છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે મેચ શરૂ થાય તે પહેલાં જ રબાડા બહાર થયો છે. એમ કહી શકાય કે વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતે સિરીઝ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો દુશ્મન ગણાતો રબાડા વનડે સિરીઝમાં ન હોવાને કારણે ભારતીય ટીમ આ સિરીઝ પર કબ્જો મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *