રાહુલ કે પંત નહીં પરંતુ ગંભીર આ ખેલાડીને બનાવવા માંગે છે ટેસ્ટ ટીમનો કેપ્ટન…

તાજેતરમાં ભારતે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. વિરાટ કોહલીએ અચાનક રાજીનામું આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ભારતીય મેનેજમેન્ટ ટીમ એક તરફ નવા ટેસ્ટ કેપ્ટનની શોધમાં છે અને બીજી તરફ બુધવારના રોજ સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ શરૂ થવાની છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સપ્ટેમ્બર 2021માં ટી 20 કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા વનડે ક્રિકેટમાંથી તેને હટાવવામાં આવ્યો હતો. નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં કોહલીએ અચાનક ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનવા માટે ઘણા બધા ખેલાડીઓ દાવેદાર માનવામાં આવે છે. ભારતનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓના નામ આ રેસમાં સૌથી આગળ છે. ગૌતમ ગંભીર, મહેન્દ્રસિંહ ધોની, સુનીલ ગાવસકર જેવા ખેલાડીઓએ કોને કેપ્ટન બનાવવો તે અંગે નિવેદન પણ આપ્યા છે.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે મારા હિસાબે રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવો જોઇએ. ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન હોય તો ટીમને પણ ઘણો ફાયદો થશે. આગામી સમયમાં ટી 20 વર્લ્ડ કપ અને વનડે વર્લ્ડકપ પણ રમાવાનો છે. આવી સ્થિતિમાં નવો કેપ્ટન ખતરારૂપ બની શકે છે. રોહિત શર્માને તાજેતરમાં જ ટી 20 અને વનડે ફોર્મેટમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

ખાસ વાત એ છે કે ગૌતમ ગંભીરે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન હોવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. આજ વાત પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કહી છે. અત્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચક્કરમાં છે. આવી સ્થિતિમાં નવા કેપ્ટનને લાવવો મુશ્કેલ નિર્ણય લાગી રહ્યો છે. ભારતીય ટીમને આવનારા બે વર્ષમાં ઘણી ક્રિકેટ રમવાની છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા ટેસ્ટ ટીમની કમાન સારી રીતે સંભાળી શકે છે.

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને યુવરાજ સિંહે પણ આ વાતને સમર્થન આપ્યું છે. ત્રણેય ફોર્મેટમાં એક કેપ્ટન હોવો જોઇએ આ વાત બીસીસીઆઇ પણ ઇચ્છે છે. પરંતુ રોહિત શર્મા પર વર્કલોડ વધારે હોવાને કારણે બીસીસીઆઇ આ વાતની પુષ્ટી કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેશે તેવું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *