ભારતીય મહિલા ક્રિકેટર બની સુપરમેન, ક્રિકેટ જગતનો સૌથી શાનદાર કેચ પકડ્યો… – જુઓ વિડિયો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ત્રણ મેચની સિરીઝ ચાલી રહી છે તેમાં પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ આ મેચમાં હરલીન દેઓલે બિલ્ડિંગથી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેમની આ જોરદાર ફિલ્ડીંગની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

ઇંગ્લેન્ડના દાવમાં 19મી ઓવરમાં શિખા પાંડેએ ઓફ સ્ટમ્પની બહાર એક ફુલ લેન્થ બોલ નાખ્યો હતો. તેને જેમ્સ દ્વારા લોંગ ઓફ ઉપર સિક્સ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ હરલીન દેઓલે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડી ભારતને સફળતા અપાવી હતી.

હરલીન દેઓલનો આ કેચ જોઈ ઇંગ્લેન્ડની કેપ્ટન હિથર નાઈટ પણ દંગ રહી ગઇ હતી. આ કેચ જોયા બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટરો તેમના વખાણ કરી રહ્યા છે. આ કેસ બિલકુલ પર આસન ન હતો. ઇંગ્લેન્ડના ક્રિકેટરો પણ હરલીન દેઓલ માટે તાળીઓ વગાડવા લાગ્યા હતા.

નોંધનીય છે કે, ભારતીય મહિલા ટીમ આ મેચને 18 રનથી હારી હતી. વરસાદને કારણે ભારતીય ટીમને 8.4 ઓવરમાં 73નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય મહિલા ટીમ ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 54 રન જ બનાવી શકી હતી. આમ ભારતીય ટીમને 18ની હારનો સામનો કરવો પડ્યો હતો.

આ જીત સાથે ટીમ ઇંગ્લેન્ડે ત્રણ મેચની ટી-20 સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચ ભલે ભારતીય ટીમ હારી ગઈ હોય પરંતુ હરલીન દેઓલની ફિલ્ડીંગ જોઈ દુનિયાભરના ક્રિકેટરો તેમના વખાણ કરી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વિટ કરતા તેમના વખાણ કર્યા હતા.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *