આગામી સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળ્યું સ્થાન…

ટી 20 વર્લ્ડકપ 2021 માં ભારતના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેના કારણે તમામ ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ચાહકોએ ટ્રોલ કર્યા હતા. ભારતની ટીમને પ્રથમ બે મેચમાં કારમી હાર મળી હતી. ત્યારબાદની ત્રણેય મેચમાં ભારતે સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં પણ સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં ભારત નિષ્ફળ રહ્યું હતું.

ભારતની હારનું કારણ જણાવતા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે સતત છ મહિનાથી ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે. જેને કારણે પ્રદર્શનમાં ફરક જોવા મળ્યો હતો. વર્ષ 2012 બાદ પહેલી વખત ભારત ટી 20 વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે.

ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. ભારતના કોચ તરીકે રવિ શાસ્ત્રીના સ્થાને રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફાર કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ જવાબદારી નિભાવશે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિકેટકીપર તરીકે ઇશાન કિશન અને રિષભ પંતની પસંદગી કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વેંકટેશ ઐયર, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને હર્ષદ પટેલ જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ ઉપરાંત અનુભવી ખેલાડી શ્રેયસ ઐયર ઇજા બાદ વાપસી કરી રહ્યો છે.

17 નવેમ્બરથી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં રોહિત શર્માને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. ચહલ જેવા ખેલાડીઓની વર્લ્ડકપમાં પસંદગી થયેલ ન હતી. તેને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં મોકો આપવામાં આવ્યો છે. આ સિરીઝમાં ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમાવાની છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં એવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે કે જેમણે આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્મા અત્યાર સુધી ભારતનો વાઇસ કેપ્ટન હતો. પરંતુ હવે કેપ્ટન તરીકેનું પદ સંભાળશે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ માત્ર છેલ્લા ઘણા વર્ષોથી રોહિત શર્મા કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *