ભારત vs પાકિસ્તાન : જાણો કેવી રહેશે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન…

આઇસીસી ટી 20 વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન સામે દુબઇમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે, ભારત પાકિસ્તાન સામે આઇસીસી ટી 20 વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ વખત હાર્યું નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ પાંચ મેચો રમાઇ છે. જેમાં તમામ મેચો ભારતે જીતી છે. તો હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે બાબર આજમના નેતૃત્વવાળી ટીમ ભારતને હરાવી શકશે કે નહીં.

સુપર-12ની મેચો પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જે બંને મેચો ભારતે આસાનીથી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે અને ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતના આ ખતરનાક પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે પાકિસ્તાન સામેની મેચ આસાનીથી જીતી લેશે.

ભારત અને પાકિસ્તાનની આ મેચ પહેલા ભારતના ઘાતક પ્રદર્શનને જોતાં ચાહકો અત્યારથી જ માની રહ્યા છે કે આ મેચમાં ભારતની જીત થશે. તો ચાલો પ્રેક્ટિસ મેચોના આધારે આપણે નક્કી કરીએ કે આ હાઇવોલ્ટેજ મેચમાં બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન કેવી રહેશે.

ભારતની પ્લેઇંગ ઇલેવન :- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન :- બાબર આજમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ, હૈદર અલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *