રાહુલની આ એક ભુલના કારણે હારી ગયું ભારત…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝમાં આફ્રિકા હાલમાં 1-0 થી આગળ છે. પ્રથમ વનડે મેચ શરૂ થાય તે પહેલાં જ રબાડા બહાર થયો હોવા છતાં પણ ભારત પહેલી મેચમાં હારી ગયું હતું. ભારતના બેટ્સમેનો અને બોલરો પોતાનું પ્રદર્શન બતાવવામાં સતત નિષ્ફળ સાબિત થયા હતા.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્મા ન હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રથમ વનડે મેચમાં મળેલી હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે સાવ સાધારણ કક્ષાની કેપ્ટનશિપનો પરિચય આપ્યો તેના કારણે ચાહકોમાં પણ રોષ જોવા મળ્યો છે.

ભારતીય કેપ્ટન કેએલ રાહુલ દ્વારા ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયરને પ્રથમ વનડે મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેની પાસે બોલિંગ કરાવવામાં આવી નહીઁ. ભારતે શાનદાર શરૂઆત કરીને આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપથી પાડી દીધી હતી. પરંતુ બહુમા અને ડુસેને મજબૂત પાર્ટનરશિપ કરીને પ્રભુત્વ જમાવ્યું હતું.

ભારતના બંને સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરીને 20 ઓવરમાં 106 રન આપ્યા હતા. આ પિચ બેટિંગ માટે વધારે અનુકુળ હતી પરંતુ સ્પિનરોને થોડી મદદ મળી રહી હતી. વેંકટેશ ઐયર મીડીયમ ફાસ્ટ બોલર હોવાથી તે આફ્રિકાની રન ગતિ પર બ્રેક મારી શક્યો હોત પરંતુ કેપ્ટન રાહુલે તેને બોલિંગમાં તક આપી નહીં. આ કારણે ભારતીય ટીમ 31 રને હારી છે.

જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે છઠા બોલર તરીકે કોને તક મળશે ત્યારે રાહુલે વેંકટેશ ઐયરનું નામ સામે આપ્યું હતું અને તેના વખાણ પણ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં તેને તક આપવામાં આવી હતી તેમાં તેણે ઘણો સારો દેખાવ કર્યો હતો. આ ખેલાડી છઠા નંબર માટે ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે.

વેંકટેશ ઐયરને પ્રથમ વનડે મેચમાં બોલિંગ કરવાની તક ન આપવી ભારતીય કેપ્ટન કેએલ રાહુલની સૌથી મોટી ભૂલ ગણાય છે. જો ત્યારે ઐયરને તક આપવામાં આવી હોત તો તે વિકેટ પણ ઝડપી શકે તેમ હતો. નવા બોલર આવવાની સાથે રનમાં પણ થોડો ફરક પડી શકે તેમ હતો. આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં કેએલ રાહુલ નવી પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *