આફ્રિકા સામેની જીત બાદ પણ ભારત છે પાકિસ્તાનથી પાછળ, જાણો કેવી છે WTC પોઇન્ટ ટેબલની હાલત…

ન્યૂઝીલેન્ડને ઘરેલુ સિરીઝમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર પહોંચી ગઇ છે. જ્યાં સાઉથ આફ્રિકા સામે ભારત ત્રણ ટેસ્ટ મેચની વન-ડે મેચની સિરીઝ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન ખાતે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની 113 રને હરાવી જબરદસ્ત વિજય મેળવ્યો છે.

ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના બેટ્સમેનો આ નિર્ણયને ખરો સાબિત કરી બતાવ્યો હતો. ટીમના ઓપનિંગ પ્લેયર કેએલ રાહુલે જબરદસ્ત 123 રનની ઇનિંગ રમી હતી. જેના દમ પર ભારતીય ટીમ આ મેચને 113 રને જીતવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતે પ્રથમ વખત સાઉથ આફ્રિકાને સેન્ચુરિયન ખાતે હરાવી છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને સેન્ચુરિયન ખાતે હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની ગઇ છે. આ સાથે જ ભારતે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં 0-1 ની સરસાઇ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન મેદાન પર ભારતની આ પ્રથમ જીત છે. પરંતુ આ જીતથી ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં કોઇપણ પ્રકારનો ફરક પડયો નથી.

આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની મેચ જીતવા છતાં પણ પાકિસ્તાનથી પાછળ છે. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ સાત મેચો રમી છે. જેમાં ચાર મેચમાં વિજય મેળવ્યો છે અને એક મેચમાં હાર અને બે મેચ ડ્રો થઇ છે.

ભારત પાસે 64.25 ટકા માર્કસ છે. તે જ સમયે પાકિસ્તાનની ટીમ ચાર મેચ રમી છે. જેમાં તેણે ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. આ રીતે તેને 75 ટકા માર્ક્સ આવ્યા છે. પાકિસ્તાનની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમ પર છે. જ્યારે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેની ત્રણેય મેચ જીતીને પ્રથમ સ્થાન પર છે.

પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ન્યૂઝીલેન્ડે ભારતની આઠ વિકેટે હરાવીને જીતી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દરેક ટીમ મેચ જીતવા માટે 100 ટકા અને ટાઇમાં 50 ટકા અને મેચ ડ્રો થાય તો 33.33 પોઇન્ટ્સ મળે છે. ટીમને હારીને કોઇ પોઇન્ટ મળતો નથી. આ બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ છે જે વર્ષ 2021 થી 23 દરમિયાન રમાશે. પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ રનર-અપ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *