રાહુલ કે ગાયકવાડ નહીં પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આ ઘાતક ખેલાડી કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…
ભારતીય ટીમને તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ આફ્રિકા સામેની ત્રણેય વન-ડે મેચમાં હારી ગઇ હતી. આ પહેલા પણ ભારતીય ટીમ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં હારી ગઇ હતી. ભારતીય ટીમનો આફ્રિકાના પ્રવાસ નિષ્ફળ સાબિત થયો છે.
ફેબ્રુઆરી માસમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઘરેલું સિરીઝ રમાવાની છે. બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં આ સિરીઝ માટે ભારતીય ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે આફ્રિકા સામેની સિરીઝમાંથી બહાર થયો હતો પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થઇ શકે છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ રમાશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં ઘણા મોટા ફેરફારો થઇ શકે છે. ઓપનિંગ બેટ્સમેનની વાત કરીએ તો રોહિત શર્માનું સ્થાન નિશ્ચિત છે. પરંતુ તેની સાથે ઓપનિંગ ભાગીદારી માટે તેઓ ક્યા ખેલાડીને સ્થાન આપવામાં આવશે તે ખૂબ જ અગત્યનું છે.
આફ્રિકા સામેની સિરીઝમાં કેએલ રાહુલ કેપ્ટનશીપ અને બેટિંગ બંનેમાં નિષ્ફળ રહ્યો છે. રાહુલે પ્રથમ વન-ડે મેચમાં 12 અને બીજી વન-ડે મેચમાં 55 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ત્રીજી વન-ડે મેચમાં તેની પાસે મોટી આશા હતી પરંતુ તે માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. આવા કારણોસર વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તે બહાર રહી શકે છે. આ ઉપરાંત ગાયકવાડ પાસે પણ વધારે અનુભવ ન હોવાને કારણે બહાર રહી શકે છે.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં સાથે ઝઝુમી રહ્યો હતો. પરંતુ રોહિત શર્માની ગેરહાજરીનો પુરો ફાયદો ઉઠાવીને ત્રણેય વન-ડે મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આફ્રિકા સામેની સિરીઝમાં સારા પ્રદર્શન બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તેને ઓપનિંગ બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.
શિખર ધવન ભારતીય ટીમમાં પહેલેથી જ અગત્યનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તે ધમાકેદાર બેટિંગ માટે વિશ્વભરમાં જાણીતો છે. આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં 79 રન, બીજી વન-ડેમાં 29, ત્રીજી વન-ડેમાં 61 રન બનાવીને જબરદસ્ત બેટિંગ કરી હતી. આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવશે.