IND vs WI: પ્રથમ ટી-20માં કોહલી નહીં પરંતુ આ વિસ્ફોટક ખેલાડી નંબર 3 પર કરશે બેટિંગ…
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે જીત મેળવી છે. આ ઉપરાંત કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવશે.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન બનતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમ માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ ઉપરાંત તેના બેટથી રન નીકળી રહ્યા નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મેચોમાં તે અસફળ રહ્યો હતો. આ ઉપરાંત હાલમાં વિરાટ કોહલી એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલીના સ્થાને આ ઘાતક ખેલાડીને નંબર 3 પર મેદાને ઉતારી શકે છે. તો ચાલો જાણીએ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન સુર્યકુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. જ્યારે પણ ટીમ મુશ્કેલીમાં હોય છે ત્યારે તે વધારે રન બનાવીને ભારતીય મિડલ ઓર્ડરને સંભાળી ચૂક્યો છે. આવી સ્થિતિમાં જો તેને ઉપરના ક્રમ પર તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે. કેપ્ટન રોહિત શર્મા તેને નંબર ત્રણ પર ઉતારી શકે છે.
રોહિત શર્મા વિરાટ કોહલીના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખતા વન-ડાઉન બેટ્સમેન તરીકે સુર્યકુમાર યાદવને પ્રથમ ટી-20 મેચમાં મેદાને ઉતરી શકે છે. આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. તેણે આઈપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં ઘણા સમયથી તે સારૂ પ્રદર્શન કરતો આવ્યો છે. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સની ટીમે આ વર્ષે તેને જાળવી રાખ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં સુર્યકુમાર યાદવ નંબર 3 પર ઉતરી શકે છે અને વિરાટ કોહલી નંબર ચાર અથવા પાંચ પર ઉતરી શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને મિડલ ઓર્ડરની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ ફેરફાર કરીને ભારતીય ટીમને જીત અપાવી શકે છે.