IND vs SA : આ દિગ્ગજ ખેલાડી બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાંથી થયો બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં સેન્ચુરિયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ દિવસે ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ 117 રનની ભાગીદારી કરી હતી. જેમાં કેએલ રાહુલે 123 રન અને મયંક અગ્રવાલ એ 60 રન ફટકાર્યા હતા.

ભારતના બેટ્સમેનોએ પ્રથમ દિવસની સારી શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજા દિવસની શરૂઆતમાં જ બાકીના બેટ્સમેનો આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર 327 રન થયો હતો. તેની સામે આફ્રિકાની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી ત્યારે ભારતના બોલરોએ જબરદસ્ત બોલિંગ કરીને આફ્રિકાની ટીમને 197 રનમાં ઓલઆઉટ કરી દીધી.

હાલમાં ભારતીય ટીમના ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમની મુસીબતો હાલમાં ખતમ થવાનું નામ નથી લઇ રહી. તેમને વધુ એક ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાનો મજબૂત ખેલાડી બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે.

સાઉથ આફ્રિકાની ટીમ પહેલેથી જ પ્રથમ ટેસ્ટ મેચમાં પાછળ જોવા મળી રહી હતી અને હવે તેમને વધુ એક ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકા ટીમનો મજબૂત વિકેટકીપર બેટ્સમેન ડી કોક ભારત સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં નહીં રમે. તે પેરેંટલ લીવ પર રહેશે. ડી કોક આગામી બે ટેસ્ટ મેચ ન રમવાને કારણે સાઉથ આફ્રિકાને મોટું નુકસાન થઇ શકે છે.

સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેનોમાંનો એક ખેલાડી ડી કોક તેની આક્રમક બેટિંગ માટે ખૂબ જાણીતો છે. આ ખેલાડી ઘણો અનુભવી પણ છે. તેની તોફાની બેટિંગથી મોટા બોલેરો ડરે છે. ડી કોકે સાઉથ આફ્રિકા માટે 53 ટેસ્ટ મેચોમાં 3000થી વધુ રન બનાવ્યા છે. આવો ઘાતક ખેલાડી અચાનક ટીમમાંથી બહાર જતા આફ્રિકન ટીમની ચિંતામાં વધારો થયો છે.

સાઉથ આફ્રિકા માટે ડી કોક સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન રહ્યો છે. ડી કોકે સાઉથ આફ્રિકા માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ રમી છે. તે હંમેશાં મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. આ ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકા પર એક પછી એક મુસીબતો આવી રહી છે. આ પહેલા પણ ફાસ્ટ બોલર ડુઆન સિરીઝમાંથી બહાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *