IND vs SA: સૂર્યકુમાર યાદવની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી! જાણો કોનું પત્તું કપાશે…
બુધવારના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમને હાર મળી છે. સાઉથ આફ્રિકાએ આપેલા 297 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 265 રન જ બનાવી શકી હતી. આફ્રિકાએ ભારતને 31 રને હરાવીને આ સિરીઝમાં 1-0 ની લીડ મેળવી છે. ભારતીય ટીમને સિરીઝ જીતવા માટે આગામી બંને મેચ જીતવી ખૂબ જરૂરી છે.
આફ્રિકા સામેની વનડે સિરીઝમાં કેએલ રાહુલ કેપ્ટન અને જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. પ્રથમ મેચમાં મળેલી હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. પરંતુ આ એક ખેલાડી ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીનો સમાવેશ કરવો એ મોટી ભૂલ બની ગઇ હતી.
ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો શિખર ધવને 79 રન અને વિરાટ કોહલીએ 51 રન બનાવીને ભારતીય ટીમને જીત તરફ આગળ વધારી હતી. પરંતુ ત્યારબાદ એક પણ બેટ્સમેન મેદાન પર ટકી શકયો નહીં. આવી સ્થિતિમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ તમામ બાબતોમાં એક ખેલાડી સૌથી મોટો વિલન સાબિત થયો છે. તો ચાલો જાણીએ તે ખેલાડી કોણ છે.
ભારતીય દિગ્ગજ ખેલાડી શ્રેયસ ઐયર આફ્રીકા સામેની પ્રથમ વન-ડે મેચમાં માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. તેના પર ટીમ ઇન્ડિયાની મિડલ ઓર્ડરની તમામ જવાબદારી હોવા છતાં પણ થોડા રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાનો બેટિંગ ઓર્ડર પત્તાની જેમ વિખાઇ ગયો હતો.
શ્રેયસ ઐયરના આવા પ્રદર્શનના કારણે એ વાત નક્કી થઇ છે કે તેને નંબર પાંચ પર સ્થાન આપી શકાય નહીં કારણ કે નંબર પાંચ પર એવા બેટ્સમેનની જરૂર છે કે જે છેલ્લે સુધી રમી શકે અને જીતની નજીક લઇ જાય. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરને આગામી મેચમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેવું પડી શકે છે.
આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં શ્રેયસ ઐયરની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. આ ખેલાડી એકલા હાથે મેચ જીતી શકે છે. ટીમ ઇન્ડિયામાં સુર્યકુમાર યાદવને પાંચ નંબર પર બેટિંગ કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. સુર્યકુમાર યાદવ જેવા પ્રતિભાશાળી બેટ્સમેન મેદાનમાં ચારેય તરફ શોટ મારવાની ક્ષમતા ધરાવે છે.