IND vs SA: હાર બાદ આગામી મેચમાં આ બે મોટા બદલાવો સાથે ઉતરશે ભારતીય ટીમ…
ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં આ સિરીઝ જીતવા માટે ભારતીય ટીમને હવે બાકીની બંને મેચો જીતવી ખૂબ જરૂરી છે. પ્રથમ વનડે મેચમાં ઘણા ખેલાડીઓ પોતાનું પ્રદર્શન દેખાડવામાં સક્ષમ રહ્યા નથી. આવી સ્થિતિમાં ખરાબ પ્રદર્શનના કારણે તેઓને બહાર રાખવામાં આવી શકે છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ઉપલબ્ધ ન હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
પ્રથમ મેચમાં હાર માટે ઘણા ભારતીય ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય ટીમને બીજી વનડે મેચ જીતવા માટે પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો કરવા પડશે. કેપ્ટન કેએલ રાહુલ આ બે મોટા બદલાવ કરીને બીજી વનડે મેચમાં આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. તો ચાલો જાણીએ કયા ખેલાડીના સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે.
ભારતીય ફાસ્ટ બોલર ભુવશ્વર કુમાર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હોવા છતાં પણ તેને પ્રથમ વનડે મેચમાં તક આપવામાં આવી હતી. પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યો છે. તેણે 10 ઓવરમાં 64 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લઇ શક્યો નહીં. આવી સ્થિતિમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી શકે છે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં મોહમ્મદ સિરાજે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન શ્રેયસ ઐયર પર ભારતીય ટીમની મિડલ ઓર્ડરની જવાબદારી હતી. પરંતુ તે માત્ર 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. તેના ખરાબ શોર્ટના કારણે તે આઉટ થયો હતો. આવી સ્થિતિમાં બીજી વનડે મેચમાં તેના સ્થાને સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે. આ ખેલાડી ઘણા લાંબા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશ માટે મહેનત કરી રહ્યો છે.
ભારતીય કેપ્ટન કેએલ રાહુલની આગેવાની હેઠળ ભારતીય ટીમ બીજી વનડે મેચમાં આ બે મોટા બદલાવ સાથે મેદાને ઉતરશે. આ મેચ જીતવી ભારતીય ટીમ માટે ખૂબ જ જરૂરી છે. આફ્રિકા સામેની બીજી વનડે મેચ 21 જાન્યુઆરીના રોજ બોલેન્ડ પાર્ક ખાતે રમાશે. ભારતીય ટીમ બાકીની બંને મેચ જીતીને આ સિરીઝ પર કબજો કરવા ઇચ્છે છે.