ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો, બીજા દિવસની રમત શરૂ થાય તે પહેલાં જ આ ઘાતક ખેલાડી થયો બહાર…

તાજેતરમાં ભારતીય ટીમ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને આ સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે. જોહાનિસબર્ગમાં ભારત અત્યાર સુધીમાં એક પણ મેચ હાર્યું નથી.

આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતનો કેપ્ટન વિરાટ કોહલી બહાર થયો હતો. કોહલીના પીઠના ભાગે દુખાવાને કારણે ટેસ્ટ મેચ રમી શકે તેમ નહોતો. વિરાટ કોહલી બહાર થતા ભારતના કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જોહાનિસબર્ગમાં ભારતની મુશ્કેલીઓ સતત વધી રહી છે આ પહેલા પણ ઘણા ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે. સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની બીજા દિવસની રમત શરૂ થાય તે પહેલાં વધુ એક ઝટકો લાગ્યો છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિરાટ કોહલી ઉપરાંત અન્ય એક ભારતીય ખેલાડી ઇજાને કારણે બહાર થયો છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઇજાને કારણે ચાલુ મેચે બહાર ગયો હતો. મોહમ્મદ સિરાજ તેની ચોથી ઓવર ફેંકતી વખતે હેમસ્ટ્રીમમાં તણાવ આવવાને કારણે મેદાનથી બહાર જવું પડ્યું હતું. ઇજા ગંભીર હોવાથી તે ઓવરનો છેલ્લો બોલ પણ તે પૂરો કરી શક્યો નહીં.

મોહમ્મદ સિરાજે રન અપ લીધા પછી બોલ ફેંકવા માટે ક્રિઝ પર પહોંચ્યો હતો પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે ફેંકી શક્યો નહીં. સિરાજને મુશ્કેલીમાં જોઇને ફિઝીયો સ્થળ પર પહોંચી ગયો. ત્યારબાદ સિરાજ મેદાનની બહાર ભાગતો જોવા મળ્યો. તેની ઓવરનો છેલ્લો બોલ શાર્દુલ ઠાકુરએ ફેંક્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી સિરાજની ઇજા અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ પહેલા પણ ઇજાને કારણે ઘણાં ભારતીય ખેલાડીઓ મેચમાંથી બહાર થયા છે. ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ પેટના દુખાવાને કારણે ટેસ્ટ મેચની પસંદગીની રેસમાંથી બહાર થયો છે. જોહાનિસબર્ગમાં રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *