બીજી ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી, જાણો કોણ થશે બહાર…

ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ 113 રને જીતી લીધી છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત સેન્ચુરીયન ખાતે ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે. ભારતીય ખેલાડીઓએ સાઉથ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરીને આ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રથમ ટેસ્ટ મેચમાં અનુભવી ખેલાડીઓને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચની શરૂઆત ત્રણ જાન્યુઆરીના રોજ થશે. ભારત આ મેચ જીતી જાય તો સિરીઝ પોતાના નામે કરી શકે છે.

સાઉથ આફ્રિકાની પીચ ફાસ્ટ બોલરો માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય ટીમમાં એક ઘાતક ખેલાડીની એન્ટ્રી કરશે. આ ઘાતક ખેલાડી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઉમેશ યાદવ છે. ઉમેશ યાદવની કિલર બોલિંગથી સામેની ટીમના બેટ્સમેનો ડરે છે. ઉમેશ યાદવ બુલેટની ઝડપે બોલિંગ કરવા માટે જાણીતો છે. તેણે પોતાની બોલિંગથી ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચો જીતાડી છે. ઉમેશ યાદવ ખૂબ જ ખતરનાક બોલર છે અને તે જાનદાર બોલિંગ કરે છે.

ઉમેશ યાદવે અત્યાર સુધી ભારત માટે 50 ટેસ્ટ મેચમાં 156 વિકેટ લીધી છે. આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે રમે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે કોઇ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો. તે ફક્ત ત્રણ વિકેટ લઇ શક્યો હતો. આવી સ્થિતિમાં ઉમેશ યાદવને બીજી ટેસ્ટ મેચમાં તક મળી શકે છે.

ભારતીય ટીમમાં સૌથી વધારે ઝડપથી બોલિંગ કરતો ઉમેશ યાદવ બીજી ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોએ સારું પ્રદર્શન કરીને ભારત માટે અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. આ ઉપરાંત બીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પણ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *