અમદાવાદની ટીમના કેપ્ટન બનવાની રેસમાં આ બે ઘાતક ખેલાડીઓ સૌથી વધુ આગળ…

આઇપીએલ 2022 માં 8ને બદલે 10 ટીમો મેદાનમાં ઉતરશે. આ અંગેની જાહેરાત આઇપીએલ 2021 પહેલાં જ કરી દેવામાં આવી હતી. આઇપીએલ 2020 માં કુલ 10 ટીમો મેદાને ઉતરશે. દરેક ટીમ 18 મેચ રમશે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે નહીં.

આઇપીએલ 2022 માટે લખનૌ અને અમદાવાદની ટીમ ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. આઇપીએલ 2022માં ટીમોની સંખ્યા વધવાની સાથે મેચોની સંખ્યામાં પણ વધારો જોવા મળશે. આગામી સિઝનથી અમદાવાદની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમતી નજરે આવશે.

આ બે નવી ટીમોની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે આ બંને ટીમના કેપ્ટન કોણ બનશે? તો ચાલો આજે આપણે આ લેખમાં જોઇએ કે આ બંને ટીમોના કેપ્ટન કોણ બની શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો સાથ છોડી ઓક્શનમાં ઉતારવાની વાત સામે આવી છે. જો આવુ થશે તો બે નવી ટીમોની નજર કેએલ રાહુલ હશે કારણ કે, કેએલ રાહુલ કેપ્ટનની સાથે એક જબરદસ્ત ઓપનિંગ બેટ્સમેન પણ છે. તેણે આઇપીએલ 2021 માં 600 થી પણ વધુ રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શનને જોતાં તે ઓક્શનમાં ઉતરશે તો તે આ બેમાંથી કોઇ એક ટીમનો કેપ્ટન બનશે તે નક્કી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પદેથી ડેવિડ વોર્નરને હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન બન્યો હતો. જોકે બેટ્સમેન તરીકે ડેવિડ વોર્નરનું પ્રદર્શન કંઇ ખાસ જોવા મળ્યું ન હતું. તેને ટીમમાંથી બહાર કરવાના સમાચાર આવી રહ્યા છે. વોર્નરને કહ્યું હતું કે, હવે ફ્રેન્ચાઇઝીએ નક્કી કરવાનું છે. વોર્નર આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનારો વિદેશી બેટ્સમેન છે.

તમને જણાવી દઈએ કે, ડેવિડ વોર્નર આઇપીએલ વિજેતા ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેથી જો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેને છોડશે તો ઓક્શનમાં તેના પર મોટી બોલી લાગશે અને બંને નવી ટીમો તેને ખરીદવાની પૂરેપૂરી કોશિશ કરશે. જો આવું કરવામાં તે સફળ રહેશે. તો આ બંને ટીમો માંથી કોઇ એક ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *