વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયા થઇ એન્ટ્રી…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે રમાવાની છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાવાની છે. બીસીસીઆઇ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આગામી વર્લ્ડકપની પૂર્વ તૈયારી રૂપે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ફરી એકવાર કેપ્ટન તરીકે જોવા મળશે. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં પણ ઘણા ફેરફારો થયા છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં એક ઘાતક ખેલાડીની એન્ટ્રી થઇ છે. આ ખેલાડી પોતાના દમ પર મેચ જીતાડી શકે છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં રવિ બિશ્નોઇને તક આપવામાં આવી છે. રવિ બિશ્નોઇની શોધ ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી થઇ છે. રવિ બિશ્નોઇની બોલિંગમાં ફાસ્ટ બોલિંગની એક ઝલક પણ જોવા મળે છે. તેનો લાંબો બોલિંગ રન અપ ફાસ્ટ બોલર જોવો છે. આ ખેલાડી શરૂઆતમાં ફાસ્ટ બોલર હતો, પરંતુ કોચના કહેવાથી તે સ્પિન બોલિંગ કરવા લાગ્યો અને તેમાં તેણે ચપળતા દાખવી હતી.
રવિ બિશ્નોઇ અત્યાર સુધી આઇપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. તેણે ટોટલ 21 મેચમાં 23 વિકેટ લીધી છે. આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરીને આ ખેલાડી જગવિખ્યાત બન્યો છે. તાજેતરમાં આ ખેલાડીને નવી ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રવિ બિશ્નોઇ બોલને હવામાં ખૂબ જ ઝડપથી ફેંકે છે. આ કારણે બેટ્સમેનને વધુ સમય મળતો નથી. સામાન્ય લેગ સ્પિનરની તુલનામાં બોલિંગ કરતી વખતે રવિ બિશ્નોઇનો હાથ સીધો રહે છે. આ કારણોસર આ ખેલાડીમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાનની ઝલક જોવા મળે છે. આ ખેલાડી ભવિષ્યમાં ભારતીય ટીમ માટે એક સફળ સ્પીનર સાબિત થઇ શકે છે.