આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આ ઘાતક ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

તાજેતરમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ 1-0 થી જીતી હતી. ભારતીય ટીમ હવે આ જ મહિને સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. સાઉથ આફ્રિકા સામેનો પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા જશે. 26 ડિસેમ્બરના રોજ શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે.

સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝનો પ્રારંભ 19 જાન્યુઆરીના રોજ થશે. સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભારતનો એક ઘાતક ખેલાડી જોરદાર ફોર્મમાં છે. છેલ્લા ઘણા સમયથી તેણે રનનો વરસાદ કર્યો છે. આ વિસ્ફોટક ખેલાડીને સાઉથ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં તક મળી શકે છે.

તમને જણાવી દઇએ કે, ભારતના યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરે છેલ્લા ઘણા સમયથી વિજય હજારે ટ્રોફીમાં ધૂમ મચાવી છે. તેણે 151 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ તરફથી રમતા વેંકટેશ ઐયરે ચંદીગઢ સામેની મેચમાં 113 બોલમાં 151 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 8 ફોર અને 10 સિકસર ફટકારી હતી.

આઇપીએલ 2021 માં વેંકટેશ ઐયરે કોલકત્તા નાઇટ રાઇડર્સમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી લઇને આજ સુધી તે તેની કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. ઐયરે વિજય હજારે ટ્રોફીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું અને બીજી સદી ફટકારી છે. સદી ફટકારવાની સાથે જ તેણે રજનીકાંતની સ્ટાઇલમાં આ સદીની ઉજવણી કરી હતી.

વેંકટેશ ઐયરે ગયા મહીને રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ટી 20 અને વન-ડે ફોર્મેટના નવા કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે જો વેંકટેશ ઐયરને તક આપવામાં આવે તો ભારતીય ટીમ માટે તે મેચવિનર સાબિત થઇ શકે છે. આઇપીએલ 2021 માં KKR તરફથી રમતા આ ખેલાડીએ ખતરનાક બેટિંગ કરી હતી અને બોલિંગમાં પણ તે માહેર છે.

વેંકટેશ ઐયરે આઇપીએલમાં 10 મેચમાં 370 રન બનાવ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી. KKR ને ફાઇનલમાં લઇ જવા માટે આ ખેલાડીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ પરફોર્મન્સ પછી તમામ ખેલાડીઓનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં ઐયરને તક આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *