મેગા ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સ આ ત્રણ ખેલાડીઓને કોઇપણ હાલતમાં ખરીદવા માગશે…

આઇપીએલ 2022 માં ટ્રોફી જીતવા માટે તમામ ટીમો મહેનત કરી રહી છે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમો એ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. બાકીના ખેલાડીઓનું સિલેક્શન મેગા ઓક્શનમાં થશે. આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તમામ ખેલાડીઓએ દુનિયાભરમાં પોતાના નામ બનાવ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમ મોટા ખેલાડીઓને જાળવી રાખવા માટે જાણીતી છે.

મુંબઇ ઇન્ડિયન્સે ચાર ખેલાડીઓએ રિટેન કર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. જ્યારે ખતરનાક બેટ્સમેન સૂર્ય કુમાર યાદવને 8 કરોડ અને ઓલરાઉન્ડર ખેલાડી કિરોન પોલાર્ડને 6 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે.

રોહિત શર્માના આ ફેવરિટ ખેલાડીઓ ઉપર મેગા ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સ દાવ લગાવશે. મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશનને રીટેન કર્યો નથી. રોહિત શર્માનો આ ફેવરિટ ખેલાડી ડેથ ઓવરમાં ખૂબ જ ખતરનાક બેટિંગ કરે છે. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ માટે તે વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવે છે. ઇશાન કિશને આઇપીએલ 2021 માં 10 મેચમાં 241 રન બનાવ્યા હતા. મેગા ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ ખેલાડીને ખરીદવા પ્રયત્ન કરશે.

અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનને હૈદરાબાદની ટીમે રિટેન કર્યો નથી. આ ખેલાડીના બોલની સામે રમવું બેટ્સમેન માટે મુશ્કેલી ભર્યું છે. રાશિદ ખાને આઇપીએલમાં 70 મેચમાં 93 વિકેટ લીધી છે. આઇપીએલમાં રાશિદ ખાનની બોલિંગથી તમામ ખેલાડીઓ ડરે છે. હૈદરાબાદે રિટેન ખેલાડીઓમાં રાશિદ ખાનનું નામ આપ્યું નથી. આવી સ્થિતિમાં મુંબઇ ઇન્ડિયન્સ તેને ખરીદી શકે છે.

એરોન ફિન્ચ ટી 20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે. આ ઉપરાંત તે એક ઘાતક બેટ્સમેન છે. પીચ પર સેટ થયા પછી તે બોલરો પર જબરદસ્ત આક્રમણ કરે છે. આઇપીએલ 2020 માં એરોન ફિન્ચ RCB તરફથી રમતો હતો. આઇપીએલ 2021 માં તેને ચાન્સ મળ્યો ન હતો. પરંતુ હાલમાં જ ફિન્ચના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ ટી 20 વર્લ્ડકપ જીતી છે. મુંબઇ ઇન્ડિયન્સ આ ઘાતક બેટ્સમેનને મેગા ઓક્શનમાં ખરીદી શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સે ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે મુંબઇ ઇન્ડિયન્સ કેટલાક ખેલાડીઓને ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી શકશે. આઇપીએલ 2022 માં અમદાવાદ અને લખનઉ એમ મળીને ટોટલ 10 ટીમો રમશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ફરીથી એક વખત ટ્રોફી જીતવા માટે મેદાને ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *