મેગા ઓક્શનમાં આ ત્રણ વિદેશી ખેલાડીઓ પાછળ સૌથી પહેલા જશે મુંબઇ ઇન્ડિયન્સ…

પાંચ વખતના ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ પહેલા સૌથી વધુ ખરાબ રીતે અસરગ્રસ્ત થઇ છે. મુંબઇ ઇન્ડિયન્સને તેમના સ્ટાર ખેલાડીઓને છોડવા પડ્યા છે. જેમાં ઇશાન કિશન, ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા અને ડી કોક જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

મુંબઇ ઇન્ડિયન્સના રીટેન કરાયેલા ખેલાડીઓની વાત કરીએ તો તેમણે રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે. જ્યારે ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 12 કરોડ રૂપિયા આપીને રીટેન કરવામાં આવ્યો છે. આ સિવાય સૂર્ય કુમાર યાદવને 8 કરોડ અને ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને 6 કરોડ રૂપિયા આપીને રીટેન કર્યા છે.

હવે આઇપીએલ 2022 મેગા ઓક્શનમાં તેમની પાસે 48 કરોડનું બજેટ છે. કેમકે 42 કરોડ રૂપિયા તો પહેલેથી જ ખેલાડીઓને રિટેન કરવામાં વપરાય ગયા છે. આ બાબતને ધ્યાનમાં લેતા આપણે આજે આ લેખમાં જોઇશું કે મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓક્શનમાં કયા ત્રણ વિદેશી ખેલાડીઓ પર નજર રાખશે.

મેગા ઓક્શનમાં મુંબઇની ટીમ સૈમ કુર્રનને ખરીદી શકે છે. ઇજાગ્રસ્ત થયા બાદ હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો ન હતો. તેથી તેને રિટેન કરવામાં આવ્યો નથી. હવે તેના સ્થાને મુંબઇ ઇન્ડિયન્સ સૈમ કુર્રનને ખરીદી શકે છે. સૈમ કુર્રન પાસે પણ હાર્દિક પંડ્યા જેવીજ એબિલિટી છે. તેથી મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓક્શનમાં હાર્દિક પંડ્યાના રીપ્લેસમેન્ટ તરીકે સૈમ કુર્રનને જોશે. તમને જણાવી દઇએ કે, સૈમ કુર્રન પણ હાર્દિક પંડ્યાની જેમ જ ઘાતક બેટિંગ અને બોલિંગ કરી શકે છે.

સૈમ કુર્રન બાદ મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓક્શનમાં ઇંગ્લેન્ડના ખેલાડી જેસન રોયને ટાર્ગેટ કરી શકે છે. જેસન રોયને આઇપીએલમાં તે હક આપવામાં આવ્યો જ નથી જેનો તે હકદાર છે. લિમિટેડ ઓવરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે એક ઘાતક ખેલાડી છે. જોકે તેના આઇપીએલ કરિયરની વાત કરીએ તો તેણે કુલ 13 મેચો રમી છે. જેમાં તેણે 329 રન બનાવ્યા છે. જેમાં 129નો સ્ટ્રાઇક રેટ રહ્યો છે. વર્ષ 2018 માં તેણે પ્રથમ વખત 50 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે અણનમ 91 રનની ઇનિંગ પણ રમી હતી. ગત વર્ષે તે હૈદરાબાદની ટીમ તરફથી રમતો નજરે પડ્યો હતો.

આ સિવાય મુંબઇ ઇન્ડિયન્સ પેટ કમિન્સને ટાર્ગેટ કરી શકે છે. પેટ કમિન્સ અને જસપ્રીત બુમરાહની જોડી ડેથ ઓવરમાં આતંક મચાવી શકે છે. તેથી મુંબઇ ઇન્ડિયન્સ પેડ કમિન્સ પોતાની ટીમમાં સામેલ કરવા માગશે. જોકે આઇપીએલ 2020 માં તેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેની તુલનામાં આઇપીએલ 2021 માં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેથી મેગા ઓક્શનમાં તેની પાછળ ઘણી બધી ટીમો જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *