પાકિસ્તાન સામેની મેચમાં આ પાંચ ઘાતક બોલરો સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા…

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે કારણ કે ભારત અને પાકિસ્તાન માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ ટકરાઇ છે. આ હાઇવોલ્ટેજ મેચ 24 ઓકટોબરના રોજ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

તમને જાણીને નવાઇ લાગશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓકટોબરના રોજ રમાનારી આ મેચની ટિકિટો માત્ર એક કલાકમાં વેચાઇ ગઇ હતી. હવે દર્શકો આ મેચની અતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચમાં ભારત તરફથી આ 5 ઘાતક બોલરો બોલિંગ કરતા નજરે આવશે. જેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

ભારતનો પેસ એટેક દુનિયાભરમાં જાણીતો છે. ભારત તરફથી પેસ એટેકની જવાબદારી જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી નિભાવતા જોવા મળશે. આ ત્રણેય વિશ્વવિખ્યાત બોલેરો છે. તેથી પાકિસ્તાન સામેની મેચમાં આ ત્રણેય ફાસ્ટ બોલરોને ટીમમાં સામેલ કરવામાં આવશે.

ભારત તરફથી સ્પિન એટેકની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી નિભાવતા જોવા મળશે. પાકિસ્તાન સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાનું સ્થાન ફાઇનલ છે, પરંતુ જો વરુણ ચક્રવર્તીના સ્થાને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવશે તો રવિન્દ્ર જાડેજાની સાથે રવિચંદ્રન અશ્વિન આ જવાબદારી નિભાવશે.

પાકિસ્તાન સામે આવી કંઇક રહેશે ભારતની પ્લેઇંગ ઇલેવન :- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી/રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *