ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ ત્રણ ઘાતક ખેલાડીઓની થશે એન્ટ્રી, જાણો કોના પત્તા કપાશે…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતને પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે, કારણ કે ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળી રહ્યું છે. ભારત પોતાની આગામી મેચમાં 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. તે મેચ માટે ભારત કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં.

ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે કારણ કે પાકિસ્તાન સામે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ સાવ સાધારણ જોવા મળી હતી. તેથી બેટિંગ અને બોલિંગમાં બંનેમાં બદલાવ થશે તે નક્કી છે. તો ચાલો જોઈએ ભારતીય ટીમમાં કોની એન્ટ્રી થશે અને કોના પત્તા કપાશે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું સ્થાન જઇ શકે છે કારણ કે તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે, અને પાકિસ્તાન સામેની મેચમાં પણ તે માત્ર 11 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તેના સ્થાને ટીમમાં ઇશાન કિશનને સામેલ કરવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યા બાદ મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પર પણ લટકતી તલવાર છે. તેનું સ્થાન પણ ટીમ ઇન્ડિયામાંથી જઇ શકે છે. તેના સ્થાને અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન મળી શકે છે કારણ કે રવિચંદ્રન અશ્વિને પ્રેક્ટિસ મેચોમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. આ ઉપરાંત તે હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે.

આ સિવાય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું સ્થાન પણ ટીમ ઈન્ડિયામાંથી જઇ શકે છે કારણ કે તેણે પાકિસ્તાન સામેની મેચમાં ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી. તેને આ મેચમાં એક પણ વિકેટ નહોતી મળી અને ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. તેથી તેના સ્થાને ટીમના બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. તેથી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં. તેથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તમામ ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી બહાર થશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *