આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડી કાપશે અજિંક્ય રહાણેનું પત્તું…

ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલું સિરીઝ જીત્યા બાદ ભારત સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચની સિરીઝ રમવા ગઇ છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરીયન ખાતે થશે. આ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે અને ઘણા દિગ્ગજ ખેલાડીઓએ વાપસી કરી છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માના હાથના ભાગે થયેલી ઇજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તે પણ આ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.

આફ્રિકા સામે શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાં કયા ખેલાડીને સ્થાન મળશે અને કયા ખેલાડી નહીં મળે તે મહત્વનું છે. વાત કરીએ અજિંક્ય રહાણેની તો આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવી હતી. પરંતુ ત્યાર બાદ થયેલી ઇજાને કારણે તેને બહાર રાખવામાં આવ્યો હતો.

આવી પરિસ્થિતિમાં અજિંક્ય રહાણેના સ્થાને એક ઘાતક ખેલાડી ધુમ મચાવી શકે છે. તમને જણાવી દઇએ કે આ ખેલાડી શ્રેયસ ઐયર છે. શ્રેયસ ઐયર છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ખેલાડી ટી 20 ફોર્મેટમાં ધૂમ મચાવી રહ્યો હતો. ત્યારબાદ તેને ટેસ્ટ સીરીઝમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારીને પોતાની ડેબ્યું મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આવું ઘાતક પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ ઉપરાંત આઇપીએલમાં પણ શ્રેયસ ઐયર ધૂમ મચાવે છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્યો છે.

આકાશ ચોપરાએ પણ કહ્યું હતું કે શ્રેયસ ઐયરની જગ્યા ટીમમાંથી ક્યારેય જશે નહીં. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રહાણેના સ્થાને આ દિગ્ગજ ખેલાડી મેદાનમાં ઉતરશે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચની શરૂઆત થશે. આ સિરીઝ ભારત માટે જીતવી ખૂબ જરૂરી છે. કેમ કે આ પહેલા ભારત એક પણ ટેસ્ટ સિરીઝ આફ્રિકાની ધરતી પર જીતી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *