આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આવી કંઇક રહેશે ભારતની પ્લેઇંગ ઇલેવન…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચૂરિયન ખાતે થશે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ત્રણ ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમનો ઘાતક ખેલાડી ટીમમાંથી બહાર થયો છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ભારત અત્યાર સુધીમાં આફ્રિકાની ધરતી ઉપર એક પણ ટેસ્ટ મેચ જીત્યું નથી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

તમને જણાવી દઇએ કે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન કેવી હોઇ શકે છે. પ્રથમ વાત કરીએ તો ઓપનિંગ બેટ્સમેન તરીકે નંબર વન પર કેએલ રાહુલ બેટિંગ કરશે. ત્યારબાદ નંબર બે પર રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તેના સ્થાને મયંક અગ્રવાલને તક આપવામાં આવશે. મયંક અગ્રવાલ આ તકનો લાભ જરૂર ઉઠાવશે.

ટીમને આગળ વધારતા નંબર ત્રણ પર સૌથી અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારાને સ્થાન આપવામાં આવશે. ચેતેશ્વર પુજારા ધીમી ઝડપે વિકેટ ટકાવીને રમનાર ખેલાડી છે. ત્યાર પછી નંબર ચાર પર ભારતના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરશે. વિરાટ કોહલી ટેસ્ટ મેચમાં ઘાતક બેટિંગ કરે છે. નંબર પાંચ પર ભારતીય યુવા ખેલાડી શ્રેયસ ઐયર બેટિંગ કરી શકે છે.

ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર રિષભ પંત નંબર છ પર ઉતરીને આક્રમક બેટિંગ કરશે. મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પછી વિકેટકીપર તરીકેની જવાબદારી રિષભ પંતે સંભાળી છે. ત્યારબાદ નંબર સાત પર ભારતીય યુવા સ્પિનર અક્ષર પટેલ સ્થાન લઇ શકે છે. અક્ષર પટેલ બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરે છે. રવિચંદ્રન અશ્વિન નંબર 8 પર ઉતરીને સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન બતાવી શકે છે.

આફ્રિકા સામેની પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ અનુક્રમે નવ,દસ અને અગિયાર નંબર પર રહશે. આ ત્રણેય બોલરો આક્રમક બોલિંગ કરી શકે છે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં આ પ્લેઇંગ ઇલેવન મેદાને ઉતરીને ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલી વખત વિજય અપાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *