પ્રથમ ટેસ્ટમાં કોહલી આ બે સિનિયર ખેલાડીઓને પડતા મૂકી આ બે યુવાને તક આપશે…
ભારતીય ટીમ આ મહિનામાં 26 તારીખે સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય ટીમ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. ભારત માટે આ સિરીઝ જીતવી ઘણી મહત્વની છે કેમ કે આ પહેલા ભારતીય ટીમ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી. ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ મેચ માંથી બહાર થયા છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ઇજાગ્રસ્ત થયો હતો. તે પછી તેને સ્થાન આપવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી.
આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થશે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝ નો પ્રારંભ થશે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. તો ચાલો એક નજર કરીએ એવા ખેલાડીઓ પર કે જે પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પસંદ થઇ શકે.
આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનિંગ માટે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલનું મેદાનમાં ઉતરવું નક્કી છે. રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર હોવાને કારણે આ બંને ખેલાડી ઓપનિંગ કરશે. ત્યારબાદ નંબર ત્રણ પર ચેતેશ્વર પૂજારાને સ્થાન આપવામાં આવશે. આ સિરીઝ પૂજારા માટે છેલ્લી તક હોઇ શકે છે. હવે ખરાબ પ્રદર્શન કરશે તો તેને ડ્રોપ કરવામાં આવશે.
કેપ્ટન કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ત્યારબાદ પાંચમા સ્થાન પર અજિંક્ય રહાણેને ડ્રોપ કરવામાં આવશે. તેના સ્થાને શ્રેયસ ઐયરને તક મળી શકે છે. નંબર છ માટે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નક્કી છે. નંબર સાત પર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને સ્થાન મળી શકે છે.
ઇન્ડિયા તરફથી એક માત્ર સ્પિનર આર અશ્વિન નંબર 8 પર મેદાનમાં ઉતરશે. ત્યારબાદ ફાસ્ટ બોલિંગ માટે મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને મેદાને ઉતરશે. ભારતીય ટીમ આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરીને મેચ જીતી શકે છે અને ભારત આ સિરીઝ જીતીને રેકોર્ડ નોંધાવી શકે છે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે અને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે નહીં.