પ્રથમ ટી-20 મેચમાં આ યુવા ખેલાડીની ચમકશે કિસ્મત, રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ…

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મળેલી કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં 3-0થી જીત મેળવી છે. આ ઉપરાંત 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવવાની છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.

રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરબદલ કરવામાં આવ્યા છે. સારા ફોર્મમાં ચાલી રહેલા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે અને ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમ જીત મેળવવામાં મજબુત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે.

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થવાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માની સાથે નવા ઓપનર પાર્ટનર તરીકે આ ઘાતક ખેલાડીને સામેલ કરવામાં આવી શકે છે. આ ખેલાડીની કિસ્મત આ સિરીઝમાં ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા માટે ઋતુરાજ ગાયકવાડને સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી પોતાના દમ પર મેચો જિતાડી શકે છે. આ ઉપરાંત આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમવા માટે ખૂબ જાણીતો છે. તાજેતરમાં આ ખેલાડી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લી સિઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમીને સૌથી વધુ 635 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં ચાર સદી ફટકારીને વિશ્વભરમાં ખેલાડી પ્રખ્યાત થયો છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશવા માટે આ ખેલાડી મહેનત કરી રહ્યો હતો. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં આ ખેલાડીને ઓપનિંગ કરવાની તક આપવામાં આવશે. આ ખેલાડી સારું પ્રદર્શન કરીને ટીમમાં કાયમી જગ્યા પણ બનાવી શકે છે. નાની ઉંમર હોવાને કારણે ભારતીય ટીમને પણ લાંબા સમય સુધી ફાયદો મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *