પ્રથમ ટી-20 મેચમાં આ ઘાતક ગુજરાતી ખેલાડીની થશે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી…

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બંને મેચ જીતીને સિરીઝ પર કબજો હાંસલ કર્યો છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે શરૂ થવાની છે. બીસીસીઆઇ દ્વારા પહેલેથી જ આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી છે.

છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી ગઇ છે. ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમમાં ઘણા ફેરફારો કરી શકે છે.

16 ફેબ્રુઆરીના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચની શરૂઆત થવાની છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ખેલાડી પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઈ શકે છે. આ ખેલાડી તેની ઘાતક બોલિંગ માટે ખૂબ જ જાણીતો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તેનું પ્રદર્શન સારું જોવા મળ્યું છે.

હર્ષદ પટેલે આઈપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે આઇપીએલ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમીને ઘણી વિકેટો પોતાના નામે કરી છે. આ ઉપરાંત આઈપીએલની સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરીને 32 વિકેટ ઝડપી હતી. આઇપીએલ 2022 પહેલા યોજનાર મેગા ઓક્શનમાં આ ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20માં હર્ષલ પટેલને સ્થાન આપી શકે છે હર્ષદ પટેલ આ તકનો લાભ ઉઠાવીને ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *